Abtak Media Google News

માંડાડુંગર નજીક ૨૫૫ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ

શહેરનાં નહેરૂનગરમાં અને માંડાડુંગર હરસિધ્ધી સોસાયટી નજીકથી વિદેશી દારૂની ૬૭૫ બોટલ અને એક રીક્ષા મળી કુલ રૂા.૨.૪૩ લાખના મુદામાલ સાથે પોલીસે જંગલેશ્ર્વરનાં બૂટલેગર સહિત બે શખ્સોની ધરપકડ કરી છે.

Advertisement

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રૈયારોડ પર નહેરૂનગર શેરી નં.૯ નજીક આવલે મેદાનમાં જંગલેશ્ર્વરમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતો સોયબ ઉર્ફે રફીક ઉર્ફે માભો હનીફભાઈ સુમરા નામના બૂટલેગરે તેની રીક્ષામાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળતા સ્થળ પર દરોડો પાડી રીક્ષાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૪૨૦ બોટલ મળી આવતા ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૂ અને રીક્ષા મળી કુલ રૂા. ૧.૫૭ લાખના મુદામાલ સાથે સોયબ સુમરાની પી.એસ.આઈ. પી.બી. જેબલીયા સ્ટાફે ધરપકડ કરી છે જયારે બીજો વિદેશી દારૂનો દરોડો માંડાડૂંગર, હરસિધ્ધિ સોસાયટીની પાછળનાં રસ્તે હોકળાના કાંઠે પાડી રૂા. ૮૯ હજારની કિંમતની વિદેશી દારૂની ૨૫૫ બોટલ સાથે માંડાડુંગર નજીક પીઠડઆઈ સોસાયટીમા રહેતો રમેશ ચનાભાઈ જાદવને આજીડેમ પોલીસે ઝડપી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.