Abtak Media Google News

અબતક, રાજકોટ

બકરા અને બાળકો જેટલી વખત દેખે તેટલી વખત ખાય એમ વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પ્રભુ સ્વામીએ બાળકોને કહ્યું હતું;તેઓએ વિશેષમાં કહ્યું હતું કે ગુરુકુલમાં રહેલા  બાળકો દિવસમાં ચાર વખત જમનારા પરંતુ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુકુળ સંસ્કૃતિના પુનરોદ્ધારક અને સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી, ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણ દાસજી સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી વગેરે સંતોને રાજી કરવા  અન્નનો ત્યાગ કરીને ઉજવી તે તમારા મનની દ્રઢતા તથા ગુરુદેવ અને માતૃસંસ્થા પ્રત્યે તમારા હધ્યની ભાવના બતાવે છે.

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ અને તેની દેશ-વિદેશની 50 શાખાઓમાં સંતો તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા હરિભકતોએ અખંડ મંત્ર લેખન , સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, માળા પ્રદક્ષિણા, દંડવત તેમજ ઉપવાસ કરીને ઉજવી હતી.ગુરુકુળના પ્રારંભ થયાના 75 વર્ષે જ્યારે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પ3 બાળકોએ નોનસ્ટોપ 75 કલાક કેવળ જળપાન કરીને જ ઉપવાસ કરેલ તેમજ 51 બાળકોએ 24 કલાકના ,  શાહ જીત તથા બસાણીયા શ્યામે 175 કલાકના જ્યારે વિદ્યાર્થી શ્રી અંશ રાવરીયાએ 275 કલાકના નોન સ્ટોપ ઉપવાસ કરેલ .

આજે સવારે ગુરુકુલના મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને હાર પહેરાવી તથા મુખમાં પ્રસાદ આપી પારણા કરાવી શુભ આશીર્વાદ પાઠવેલ. એ સાથે સંતોએ બધા વિદ્યાર્થઓને ભોજન પીરસીને જમાડેલ. તથા પુષ્પ પાંખડી દ્વારા વિદ્યાર્થીઓને નવાજ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.