Abtak Media Google News

પીપીએફ પેન્શનધારકો અને નાના રોકાણકારોની મરણમૂડી ઉપર વ્યાજદર ઘટાડો ચિંતા ઉપજાવે

તે પહેલા નિર્મલા સીતારામને વ્યાજદર યથાવત રાખવા નિર્ણય જાહેર કર્યો

નાણા મંત્રી નિર્મલા સીતારામને ગઈકાલે બચત યોજનાઓના વ્યાજદરના ઘટાડાની જાહેરાત કરી હતી. આ વ્યાજ દરમાં ઘટાડો પેન્શન ધારકો અને નાના રોકાણકારોની મરણમૂડી ઉપર ચિંતા ઉપજાવે તે પહેલા જ આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે. દેશમાં કરોડો લોકો પીએફ પોસ્ટ અને બેંકની યોજનાઓમાં મરણમૂડી જમા કરે છે. દરમિયાન સરકારે ગઈકાલે રાત્રે નાની બચતની વિવિધ યોજનાઓ પરના વ્યાજદરોમાં જે ધરખમ ઘટાડો જાહેર કર્યો હતો એ આજે પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.

વ્યાજ દરોમાં કાપનું આ નોટિફિકેશન નવા નાણાંકીય વર્ષના પ્રથમ 3 મહિના માટે જાહેર કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રીએ હવે તમામ યોજનાઓ પર પાછલા માર્ચ ત્રિમાસ દરમિયાન જે વ્યાજ દર હતો તે જ લાગુ રહેશે તેમ જણાવ્યું હતું.

સરકારે ગઈકાલે રાત્રે નાની બચતની વિવિધ યોજનાઓ પરના વ્યાજદરોમાં જે ધરખમ ઘટાડો જાહેર કર્યો હતો એ આજે પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. 1લી એપ્રિલથી જે વિવિધ બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એને પાછો ખેંચી લેવાયો છે, એટલે કે અગાઉના વ્યાજદરો યથાવત્ જળવાઈ રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ત્રિમાસિક ગાળા પ્રમાણે જ નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યાજદરો રહેશે.

નાણાં મંત્રાલયે જાહેર પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં મોટો ઘટાડો કર્યો હતો. હવે પીપીએફ પર વાર્ષિક વ્યાજ 7 ટકાથી ઘટીને 6.4 ટકા કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 1974 પછી એટલે કે 47 વર્ષ પછી પહેલીવાર સરકાર પીપીએફ પર ઓછું વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો.

આ સિવાય કેન્દ્રએ એક વર્ષની થાપણો પરના વ્યાજને 5.4 ટકાથી ઘટાડીને 4.4 ટકા અને 2થી 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટો પર મળનારા વ્યાજમાં 0.5 ટકાનો ઘટાડો કરી હતી. તેથી રિકરિંગ ડિપોઝિટ પરનું વ્યાજ હવે 5 ટકાથી 5.8 ટકા સુધી મળશે, જે અગાઉ 5.5 થી 6.7 ટકા સુધી હતુ.

કેન્દ્ર સરકારે લીધેલા પગલાના પરિણાને સેવિંગ કરતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. દેશમાં અલગ-અલગ યોજનામાં સેવિંગ કરતા લોકોની સંખ્યા કરોડોમાં છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.