Abtak Media Google News

સોરઠ પંથકમાં પહોચે તે પૂર્વે એલ.સી.બી.એ પાડયો દરોડો

3732 બોટલ દારૂ અને વાહન મળી રૂ.28.58 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલ શાપર-વેરાવળ ખાતે એલ.સી.બી.એ મોસમ એગ્રીના ગેટ પાસેથી માલવાહક વાહનમાંથી રૂ.13.53 લાખની કિંમતનો 3732 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ દારૂ અને વાહન મળી રૂ. 28.58 લાખનો મુદામાલ કબ્જે લઈ રાજસ્થાની સપ્લાયર સહિત ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના પર્વમાં બૂટલેગરો વિદેશી દારૂ ઘુસાડવાની પ્રેરવી કરી રહ્યાની પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.નાં પી.આઈ.એ.આર. ગોહિલ સહિતના સ્ટાફે રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.

પેટ્રોલીંગ દરમિયાન જી.જે.15 એટી 2709 નંબરનાં માલવાહનમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જૂનાગઢ તરફ જઈ રહ્યાની કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે શાપર નજીક મોસમ એગ્રી બીજના ગેટ પાસે વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન નિકળેલા માલવાહકને અટકાવી તલાશી લેતા જેમાંથી રૂ.13.53 લાખની કિંમતનો 3732 બોટલ દારૂ સાથે રાજસ્થાનના ટ્રક ચાલક હેમારામ રેમારામ જાટની ધરપકડ કરી દારૂ અને વાહન મળી રૂ. 28.58 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રાથમિક તપાસમા આ દારૂનો જથ્થો રાજસ્થાનના રાજુ ઉર્ફે રાજેશ નામના બુટલેગરે મોકલ્યો અને મોબાઈલ પર ડિલીવરી લેવા આવનાર સહિત ત્રણ શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.