Abtak Media Google News

પડધરી તાલુકાના ઉકરડા ખાતે રાજકોટ જીલ્લા સહકારી બેંકનો મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે શુભારંભ

રાજયના અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે સહકારી ક્ષેત્રનાં કેન્દ્રમાં ખેડુત છે. જેના કલ્યાણ માટે કંઈ પણ કરીછૂટવા રાજકોટ જિલ્લા સહકારી બેંક તત્પર છે.

Advertisement

પડધરી તાલુકાના ઉકરડા ગામ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રી રાદડીયાએ ઉકરડા ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંકની ૧૯૧મી શાખાના શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા મંત્રી રાદડીયાએ સહકારી ક્ષેત્રને મજબુત બનાવવા બદલ સભાસદોનો આભાર માન્યો હતો. અને ઉમેયુર્ંં હતુ કે સહકારી મંડળીના માધ્યમથી બેંક સાથે જોડાયેલા તમામ સભાસદો સહકારી ક્ષેત્રનું ગૌરવ છે.

મંત્રીએ સહકારી બેંકની આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતુ કે ચાલુ વર્ષે બેંક રાજકોટ જીલ્લામાં ૨૨૦૦ કરોડ ‚પીયાનું ટુંકી મુદતનું ધીરાણ કરી કુલ ૧૩૯ કરોડનો નફો કર્યો છે. તથા બેંકની કુલ થાપણો ૪૫૦૦ કરોડની છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક ખેડુત પોતીકાપણાની લાગરી અનુભવે તે બાબતની મંત્રીએ સરાહના કરી હતી તથા બેંક દ્વારા અમલમાં યોજાયેલી વિવિધ ધિરાણ યોજનાની ટુંકી વિગતો પણ આપી હતી.

મંત્રી રાદડીયાએ અકસ્માતે મૃત્યુ પામનાર કુલ આઠ સભાસદોના વારસદારોને સહાયના ચેકનું વિતરણ કર્યું હતુ એફ.એલ.સી. વાનનું લોકાર્પણ કયુ હતુ ખેડુત શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. તથા ઉકરડા જુથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સભામાં પણ સામેલ થયા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય લલીતભાઈ કગથરા શાંતીલાલ બોડા, બાવનજીભાઈ મેતલીયા, જયશ્રીબેન વૈષ્ણવ, મામલતદાર પ્રકાશભાઈ ગોઠી, સહકારી અગ્રણીઓ ગ્રામજનો વગેરે જોડાયા હતા

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.