Abtak Media Google News

રાજ્યના ખેડૂતો માટે સરકાર તરફથી રાહતના સમાચાર મળ્યા છે. સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે ખેડૂતોને જો બજારમાં કપાસના ભાવ ઓછા મળશે તો સરકાર ટેકાનાં ભાવે તેની ખરીદી કરશે.

છોટાઉદેપુર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ ઘોષણા કરી હતી. તેમણે ગૌરવ યાત્રા દરમિયાન આપેલા આ નિવેદનથી રાજ્યના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે ભાજપે રાજ્યમાં 22 વર્ષ સુધી વહીવટ કર્યો છે જે પ્રજાને ગમ્યો છે. ચાલુ વર્ષે રાજ્યમાં કપાસ અને મગફળીનો પાક સારો થયો છે ત્યારે ખેડૂતોને તેનો લાભ થાય તે માટે સરકાર પ્રયત્ન કરશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો બજારમાં ખેડૂતોને ભાવો ઓછા મળશે તો સરકાર અલગ અલગ જગ્યાએ સેન્ટરો ખોલી કપાસની ખરીદી કરશે. જો કે સરકાર તરફથી થયેલી આ જાહેરાતને વિરોધ પક્ષના નેતા ભરતસિંહ સોલંકીએ વખોડી કાઢી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.