Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાગરિકોની રજૂઆત સાંભળશે

ગુજરાતના મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ  પટેલ ગત 12મી ડિસેમ્બરના રોજ ફરી સત્તારૂઢ થયા છે. એક સપ્તાહમાં જ  સરકાર ફુલ ફલેજમાં કાર્યરત થઈ ગઈ છે.

પ્રજાજનોએ ભાજપની  જોળી  156 બેઠકો  આપી છલકાવી  દીધી છે. હવે પક્ષે પણ જનતાને  અપાર પ્રેમનું  ઋણ ચૂકવવા કટીબધ્ધ બની હોય તેવું લાગી રહ્યું છે. નવી સરકારનો   આવતીકાલે  પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ  યોજાશે જેના ખૂદ મુખ્યમંત્રી પ્રશ્ર્નો અને રજૂઆત સાંભળશે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ આગામી ગુરુવારે,   રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ’સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક  આગળ ધપાવી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી  ગુરુવારે  બપોરે 3 કલાકે મુખ્યમંત્રી ના જનસંપર્ક કક્ષ,સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાનારા રાજ્ય ’સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે.

રાજય સરકાર દ્વારા દરા મહિનાના  છેલ્લા ગુરૂવારે  ‘સ્વાગત’ ફરિયાદ  નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે.નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના  મુખ્યમંત્રી પદે સત્તારૂઢ હતા ત્યારે તેઓએ  આ પ્રણાલી શરૂ કરી હતી. ત્યારબાદ દરેક  મુખ્યમંત્રીએ આ સીલસીલો   યથાવત રાખ્યો હતો. છેલ્લા બે માસથી આ કાર્યક્રમ યોજી શકાયો ન હતો દરમિયાન હવે નવી સરકાર સત્તારૂઢ થતાની સાથે જ  ફરી સ્વાગત કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવશે આવતીકાલે નવી સરકારનાં પ્રથમ સ્વાગત કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાગરિકોનાં પ્રશ્ર્નો સાંભળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.