Abtak Media Google News

ફિલ્મના ડાયરેકટર, પ્રોડયુસર, એકટર નીરવ રાણીંગા: પ્રભાત મજમુદાર, રાજા પાલા, રીયા સામાણી, હિતેષ વ્યાસ સહિતના કલાકારો નોખાં-અનોબા પાત્રની ભૂમિકામાં:ફિલ્મની સ્ટાર કાસ્ટ અબતકના આંગણે

ગુજરાત ફિલ્મ એકવાર તા.૨૮-૦૨-૨૦૨૦ના રોજ રાજકોટના રાજશ્રી સીનેમા સહિત સમગ્ર ગુજરાતના થિયેટરમાં રીલીઝ થઈ રહેલ છે. એલીમેન્ટ સ્કાય મોસમ પિકચર્સ દ્વારા રીલીઝ થઈ રહેલ ફિલ્મ ફરી એક વારના નિર્માતા નીરવ રાણીંગા, રાજા પાલા, ભગવતી ફાસ્ટ ફુડના નિરજ ચાવડા દ્વારા આગામી શુક્રવારના રોજ ગુજરાતમાં રીલીઝ કરવામાં આવી રહેલ છે.ફિલ્મના ડાયરેકટર, પ્રોડયુસર, એકટર નીરવ રાણીંગા છે કલાકારોમાં પ્રભાત મજમુદાર, રાજા પાલા, રીયા સામાણી ,હિતેષ વ્યાસ, વિર ભાનુ આહિર રાધીકા ભટ્ટી અતિક શેખ, મુનાભાઈ બચ્ચન (જુ) રોહન કારીયા, આરતી ગોહિલ, રમેશ કડવાતર વગેરે છે.સંગીતકાર-ચિરાગ નીમાવત, સીંગર- જીગ્નેશ સોનિ, સિધ્ધાર્થ પોપટ,રીયા સામાણી, કેમેરા મેન – પારસ શાહ (કાનો) તથા એડીટરનું -પ્રફુલ્લ ગોસાઈ એ કામ કર્યુ છે.

Advertisement

આ ફિલ્મ સસ્પેન્સ કોમેડીથી ભરપુર છે. હસી હસીને પેટમાં દુખવા લાગે તેવી ભરપુર કોમેડી સાથે રોમાન્સ, ગીત સંગીતથી ભરપુર, સુમધુર ગીતો પણ છે જે ખુબજ લોકપ્રિય થઈ રહ્યા છે.સૌરાષ્ટ્રની શુદ્ધ કાઠિયાવાડી ભાષાનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો છે,યુ-ટયુબ પર આ ફિલ્મના ટ્રેઈલરને સારો પ્રતિસાદ મળેલ છે.આ ફ્લ્મિની વિશેષ વાત એ છે કે આ ફિલ્મને અલગ નામ સાથે ગુજરાત સાથે પશ્ર્ચિમ બંગાળના ૧૨૦૦ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી રહી છે.જેમાં બંગાળી ભાષામાં રીલીઝ કરવામાં આવી રહી છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે. આ ફિલ્મમાં ડુપ્લીકેટ કલાકારો, જૂનિયર અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, નાના પાટેકર, રાજકુમાર,વિક્રમ ઠાકોર વગેરેને લેવામાં આવ્યા છે.

આ ફિલ્મ મનોરંજનથી ભરપુર છે ફિલ્મને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળે તેમજ સુપરહિટ જાય તે માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ અબતકની શુભેચ્છા મુલાકાતે આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.