Abtak Media Google News

‘ટેક્સ ટ્રીટી ગેઇન્સ’ અંગે ફેમિલિ ફંડ્સ અને ફેમિલિ ટ્રસ્ટ પાસેથી વિગતો માંગી

વિદેશમાં ચૂકવેલા ટેક્સ સહિતની વિગતોના ડોક્યુમેન્ટરી પુરાવા આપવા સમર્થ ન હોય તેવા રોકાણકારોને ટેક્સ બેનિફિટની છૂટ નહીં મળે

ભારતે સિંગાપોર, મોરેશિયસ અને સાયપ્રસ જેવા ટેક્સ હેવન ગણાતા દેશો સાથે ટેક્સ ટ્રીટી (કર સંધિ) પર હસ્તાક્ષર કરેલા છે અને આવા દેશો મારફતે જે રોકાણકારો પૈસાની હેરફેર કરે છે તેમને ફાયદો થાય છે. આથી, ઈન્કમ-ટેક્સ ડિપાર્ટમેન્ટે લગભગ ૧૦૦ રોકાણકારો, ફેમિલિ ફંડ્સ અને ફેમિલિ ટ્રસ્ટ્સને નોટિસો મોકલી છે અને ટેક્સ ટ્રિટી હેઠળ થયેલો ફાયદો કેટલો વાસ્તવિક છે તેની વિગતો માંગવામાં આવી છે.

આવી નોટિસો મેળવનાર રોકાણકારો ગભરાઈ ગયા છે અને તેમને બીક છે કે, ટેક્સ અધિકારીઓ હવે કેટલાક કેસમાં તેમની પાસેથી ટેક્સની માંગણી કરશે. ટેક્સ ટ્રીટી હેઠળ, જે દેશ સાથે કર સંધિ થઈ હોય ત્યાં રોકાણકારે નક્કી થયેલો ટેક્સ ચૂકવવો પડે છે.

ઈકોનોમિક ટાઈમ્સે આ નોટિસોનો અભ્યાસ કર્યો હતો અને તેમાં રોકાણકારે વિદેશમાં ટેક્સમાં રાહતો મેળવી હોય તો તેની અને કેટલો ટેક્સ ભર્યો છે તેની વિગતો માંગવામાં આવી છે.

આ અંગે અશોક મહેશ્વરી એન્ડ એસોસિયેટ્સના પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ઘણા રોકાણકારને તો નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫થી લઈને ગયા નાણાકીય વર્ષ માટેની નોટિસો મળી છે કારણ કે, મહેસૂલ વિભાગ ખરાઈ કરવા માંગે છે કે, રોકાણકારોએ ટેક્સ ટ્રિટિ બેનિફિટના જે ક્લેઈમ કર્યા હતા તે સાચા હતા કે ખોટા. ૨૦૧૪-૧૫ પછીના વર્ષોમાં ફોરેન ટેક્સ ક્રેડિટ નિયમો લાગુ થયા હતા. આ નિયમો હેઠળ, ક્રેડિટનો ક્લેમ કરવાની શરતો નક્કી થઈ હતી અને ટેક્સ ડિપાર્ટમેન્ટ ખાતરી કરવા માંગે છે રોકાણકારોએ ૨૦૧૪-૧૫માં પણ આ શરતોનું પાલન કર્યું હતું કે નહીં. રોકાણકારોને ઈન્કમ-ટેક્સ એક્ટના સેક્શન ૯૦ અને સેક્શન ૯૧ હેઠળ નોટિસો મોકલવામાં આવી છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ સેક્શન હેઠળ કોઈ વ્યક્તિ અને ખાસ તો હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (HNIs)એ ટ્રીટી બેનિફિટ મેળવ્યા છે કે નહીં તેની તપાસ કરી શકે છે. આવા રોકાણકારો વિદેશમાં ચૂકવેલા ટેક્સની વિગતો બતાવીને ભારતમાં ટેક્સ ભરવામાં મોટી રાહત મેળવતા હોય છે. જો રોકાણકારો પૂરતા ડોક્યુમેન્ટરી પુરાવા નહીં આપે તો તેમની પાસે ટેક્સની માંગણી કરવામાં આવી શકે છે.

તાજેતરમાં ઓથોરિટી ઓફ એડ્વાન્સ રૂલિંગ (AAR)ના નિયમો લાગુ થયા હતા અને તેની હેઠળ કંપનીઓ અમુક પરિસ્થિતિમાં ક્રેડિટ મેળવવાની છૂટ મેળવે છે પરંતુ આ નોટિસો બાદ હવે ટેક્સની માંગણી કરવામાં આવે તેવી શક્યતા છેએમ ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર રાજેશ એચ ગાંધીએ જણાવ્યું હતું.

વિદેશી રોકાણકારને વર્તમાન ટેક્સ ટ્રીટીના બેનિફિટ આપવામાં આવતા નથી તેવા સમયે આ નોટિસો મોકલવામાં આવી છે. અઅછ હેઠળ જે કંપની મોરેશિયસ મારફતે ભારતમાં રોકાણ કરે છે તેને ગ્રાન્ડફાધરિંગ બેનિફિટની છૂટ મળતી નથી.

ભારત-મોરેશિયસ ટેક્સ ટ્રીટી હેઠળ લાભ આપવામાં આવતા નથી અને તેમાં લાગુ પડતા ટેક્સના રેટ નીચા છે. જો ૨૦૧૬માં ટેક્સ ટ્રીટીમાં થયેલા એમેન્ડમેન્ટ પહેલાં રોકાણ થયું હશે તો બેનિફિટમાં ગ્રાન્ડફાધરિંગની શક્યતા છે, એટલે કે આવા રોકાણમાંથી થયેલી આવક અથવા કેપિટલ ગેઈન્સ પર ૨૦૧૬ પહેલાંના જે ક્ધસેન્શનલ ટેક્સ રેટ હશે તે મુજબ ટેક્સ લાગશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.