Abtak Media Google News

 

Advertisement

ધો.૭ થી ૧૨નાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના છાત્રોને અનુભવી શિક્ષકો દ્વારા અપાશે કોચીંગ

વિદ્યાથીઓને તેમની પ્રગતીમાં મદદરૂપ થવાની નેમ સાથે સાધુ વાસવાણી રોડ ઉપર પરફેકટ કોચીંગ ઈન્સ્ટીટયુટનો પ્રારંભ થયો છે. આ તકે દિપ પ્રાગટય દરમ્યાન ભારત સરકારના કાયદા પંચના સદસ્ય અભયભાઈ ભારદ્વાજ, ડો.જશુમતીબેન રાવલ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ તથા વંદનાબેન ભારદ્વાજ, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, જીવન કોમર્શીયલ કો-ઓપ બેન્ક લી.ના ચેરમેન ભગવાનજીભાઈ પરસાણા, કશ્યપભાઈ રાવલ, તેજસભાઈ ત્રિવેદી, નિશાંતભાઈ રાવલ, ડો.રાજીવ મારૂ, ડો.દિપકભાઈ રાજયગુરુ, ડો.હેતલબેન રાજયગુરુ, જયેશભાઈ ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતી રહી હતી. ઉપસ્થિત મહેમાનોએ પરફેકટ કોચીંગ ઈન્સ્ટીટયુટના સંચાલિકા પુજાબેન રાવલ અને પરેશભાઈ રાવલને શુભેચ્છા પાઠવી હતી.

અહીં ધો.૭ થી ૧૨નાં જીએસઈબી, સીબીએસઈ અને આઈસીએસઈ એમ ત્રણેય બોર્ડના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને આયોજનબઘ્ધ શિક્ષણ મળી રહેશે. આ ઈન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા આયોજનપૂર્વક અને પઘ્ધતિસભર તાલીમ આપવામાં આવે છે. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને અનુભવી શિક્ષકો દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ઈન્સ્ટીટયુટમાં જી-નીટ અને ગુજકેટની પરીક્ષા માટે પણ સુવ્યવસ્થિત રીતે તાલીમ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.