Abtak Media Google News
  • ફાઈનાન્સરો ઉપર પણ આવકવેરા વિભાગ ત્રાટક્યું : સંકેત શાહ, સેજલ શાહ , રુચિત શાહ , દિપક શાહ સહિતના લોકો ઉપર પણ તવાઈ
  • અમદાવાદની સાથે મોરબી, હિંમતનગર , સુરત સહિતના સ્થળો ઉપર તપાસ ચાલી રહી છે
આવકવેરા વિભાગ આલ કરચોરો ઉપર ત્રાટક્યું છે અને તેઓને મેથીપાક ભણાવવામાં આવી રહ્યો છે. કર ચોરી કરતા કોઈપણ ઉદ્યોગને આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવતું નથી ત્યારે એજીએલ એટલે કે એશિયન ગ્રેનીટો લિમિટેડ ઉપર પણ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરીમાં અંદાજે ૨૦૦થી વધુ અધિકારીઓ પણ જોડાયા છે જેમાં રાજકોટની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
એશિયન ગ્રેનિટો ઉપર  આવકવેરા વિભાગ દ્વારા જે સર્ચ અને સરવે હાથ ધરવામાં આવ્યો છે, ત્યારે  કંપની પાસેથી વિભાગને 10 કરોડ રૂપિયા રોકડા અને 12 લોકર મળી આવ્યા છે અને હજુ પણ આવનારા સમયમાં ખૂબ મોટા બેનામી વ્યવહારો સામે આવે તેવું અનુમાન અને શક્યતા પણ સેવાઈ રહી છે.
Screenshot 4 30
આવકવેરા વિભાગની ટીમ અમદાવાદ સાથોસાથ કડી કલોલ ખાતે આવેલા એશિયન ગ્રેનીટો સહિતના 40 સ્થળો ઉપર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી છે ત્યારે આ કામગીરીમાં રાજકોટ ની ટીમ પણ જોડાઇ છે અને આ રેડ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવશે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં આઇટી ટુકડી પહોંચી છે જેમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ શેરબજારના કારોબારીઓના ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ દરોડા દરમિયાન કરચોરીનો મોટો આંકડો સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે. અમદાવાદમાં એશિયન ગ્રાનિટો નામના ભારતના ટોચના ટાઈલ્સ ઉત્પાદકના ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મળતી વિગત મુજબ આપેલા વિભાગની ટીમ ગુજરાત બહાર પણ આ કામગીરીમાં જોડાય છે અને હિંમતનગર ખાતે આવેલી ફેક્ટરી ઉપર પણ આવકવેરાની ની ટીમ ત્રાટકી હતી.
બીજી તરફ એશિયન ગ્રેનીટો લિમિટેડના ફાયનાન્સરો જેવા કે, સંકેત શાહ, રુચિત શાહ, દિપક શાહ અને સેજલ શાહને ક્યા પણ આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સર્ચ અને સર્વેની કામગીરી માત્ર ફેકટરીના યુનિટો અને હેડ ઓફિસમાં જ નહીં પરંતુ જે ડાયરેક્ટરો છે તેમના નિવાસસ્થાન અને તેમની કચેરી ઉપર પણ પાડવામાં આવી છે.
જે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરાઇ છે તેનાથી સિરામિક ઉધોગમાં ફફડાટ મચી જવા પામ્યો છે. આવકવેરા વિભાગની આ તપાસ માત્ર ગુજરાત કે સૌરાષ્ટ્ર પૂરતી જ સીમિત નહીં પરંતુ ગુજરાત બહાર પણ આવકવેરા વિભાગની એક ટુકડી દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.