Abtak Media Google News

ગોમય ગણેશ અભિયાનને પ્રચંડ પ્રતિસાદ બાદ આયોગની વધુ એક પહેલ : ડો. કથીરીયા

ગોમય ગણેશ અભિયાનને દેશભરમાં મળેલી પ્રચડ સફળતા બાદ રાષ્ટ્રીય કામધેનુ આયોગે આગામી સમયમાં કામધેનુ દિપાવલી મિશન શરૂ કરાશે તેમ કામધેનુ આયોગના ચેરમેન ડો. કથીરાયાએ જણાવ્યું હતું.

ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો-ફ્રેન્ડલી  ગણેશજીની પ્રતિમાનું સમગ્ર રાષ્ટ્રમાં પ્રચાર-પ્રસારનું અભિયાન હાથ ધર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીજીના આહવાન ને સ્વીકારી રાષ્ટ્રીય કામધેનુ આયોગે’ ગોમય-ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન, પૂજન માટે અભિયાન રૂપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીના ’આત્મનિર્ભર ભારત અને મેઈક ઈન ઇન્ડિયા” આંદોલન ને ધ્યાનમાં રાખી આ વર્ષે સમગ્ર દેશની ગૌશાળાના તથા યુવા-મહિલા ઉદ્યોગ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયના ગોબરમાંથી ગણેશજીની અલગ અલગ સાઈઝ ની મૂર્તિ બનાવવા આગળ આવવા અને આ અભિયાનમાં જોડાવા ડો. કથીરીયા આગ્રહ કર્યો હતો. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દૂધ, ગાય આધારિત ઉદ્યોગ-ઉત્પાદનમાં વૃદ્ધિ માટે અવિરત કામ કરી રહ્યું છે જેથી ગોમય અને ગૌમૂત્ર, પંચગવ્યનું મૂલ્ય વધે. ડો. વલ્લભભાઈ કથીરીયાએ એ ૩ જી જુલાઈ, ૨૦૨૦ ના રોજ ગોમય ગણેશ આઈડોલ અભિયાન શરૂ કરાવ્યું હતું.

ગોમય ગણેશ અભિયાનને સમગ્ર રાષ્ટ્રમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. અંદાજે ૧ લાખ જેટલા ઘરોમાં ગૌમય ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. વિવિધ વેબીનારોના માધ્યમથી ૫,૦૦૦ વ્યકિતઓને ગોમય ગણેશ બનાવવા માટે તાલીમ આપવામાં આવી હતી.

ટુંક સમયમાં કામધેનુ દિપાવલી મિશન શરૂ થઈ રહ્યું છે અને ગ્રામ્ય/ગોમૂત્ર ઉત્પાદનોના ઉત્પાદન દ્રારા જનતાને રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા સફળ નેતૃત્વ હેઠળ અમર તલવાર કર, મિતલ ખેતાણી, પુરીશકુમાર, એસ.આર.સિંહ, સુનીલ કાનપરીયા, વિજય પાટીલ, માધવ હેબર, રાજેશ ડોગરા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.