Abtak Media Google News

નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં મૂડી બજારનું વલણ કેવું રહેશે તે આગામી ફેબ્રુઆરી મહિનામાં નકકી થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે. ૨૦૧૯ની ચૂંટણી અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજાર અમેરિકાની રણનીતિ અને વિશ્વીક સંસ્થાઓનો આર્થિક સર્વેક્ષણમાં આગામી દિવસો નાણાંકીય પ્રવાહી સ્થિતિના રહે તેવું દેખાઈ રહ્યું છે. ભારતના શેર બજારની વાત કરીએ તો ભારતની મૂડી બજાર પર પણ ૨૦૧૯ની ચૂંટણીનો પ્રભાવ રહે તે નિશ્ચીત બન્યું છે.

વર્તમાન જાન્યૂઆરીના વલણમાં નેશનલ સ્ટોક એકસચેંજા નીફટી માટે બંને બાજુ કસોટીનો સમય ચાલી રહ્યો છે. ૧૦૭૦૦ અને ૧૧૦૦૦ના તળીયામાં ભારે સાવચેતી રાખવાનું સુચવવામાં આવ્યું છે. ૧૧૦૦૦ની સ્ટ્રાઈકમાં મહત્વની પોઝીશન ગણવામાં આવી રહી છે. જો ૧૧૦૦૦ની ઉપર ટકે તો મોટુ સ્લોટ કવરીંગ આવવાની શકયતા છે. નીફટીને ૧૦૮૪૦ અને ૧૦૮૦૦નું સ્તર મજબુત ગણવામાં આવે છે. મહત્વના ઓપશન લાભકારી તબકકા તરીકે ૧૦૭૦૦નો આંક જોવામાં આવે છે.

જાન્યુઆરી અને ફ્રબ્રુઆરી મહિનામાં ફેબ્રુઆરી મહિનો દરેક પ્રકારના રોકાણકારો માટે ખૂબજ સાવચેતી ભર્યો સમયગાળા માનવામાં આવે છે. આપણા દેશનું મૂડી બજારનું વલણ સ્થાનીક નકકર બજારની પરિસ્થિતિથી વધુ રાજકીય સમીરણો અને વિશ્વના અર્થતંત્રનો પ્રભાવ ઝીલનારી માનવામાં આવે છે. ઘણી વાર એવું બને છે કે ભારતનું વૃધ્ધિ વિકાસદર ખેત પેદાશોની આવક વધુ હોય ફૂગાવાનો દર કાબુમાં હોય ઔદ્યોગીક વિકાસ દર સારી રીતે આગળ વધતો હોય તેમ છતા વૈશ્વીક બજારમાં આવતી ઉથલપાથલ ડોલરની ચડ ઉતાર ક્રુડ તેલ અને ખાસ કરીને ઓપેકની નીતિ વિષય નિર્ણયોની અસર પછી હવે આ અસરો નકારાત્મક હોય કે સકારાત્મક ભારતીય શેર બજાર અમેરિકન અને એશિયન માર્કેટની સાથે સાથે ચીનની કંપનીઓના પરિણામો પર પણ પોતાનું વલણ બદેલે છે. વિદેશી મૂડી રોકાણને વધુમાં વધુ સ્પેશ આપવામાં આવતા વિદેશી મૂડી રોકાણો ઘણી વાર માત્રને માત્રને પોતાની મૂડી છૂટી કરવા અથવાતો અન્યત્ર રોકાણ કરવા માટે ભારતની મૂડી બજારમાંથી રૂપીયા પાછા ખેંચી લેતા હોવાથી શેર બજાર સારી પરિસ્થિતિ વચ્ચે પણ ધોવાઈ છે. ફ્રેબ્રૂઆરી મહિનો દરેક પ્રકારના રોકાણકારો માટે ચારે તરફથી સાવચેતીનોસમય બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.