Abtak Media Google News

ગણપતિ અને તાજીયાના ધાર્મિક માહોલ વચ્ચે કયાંક, કોઇપણ સ્થળે, પોલીસ પેટ્રોલીંગ અને સંચાલકોની અણઆવડતના કારણે મોટી ધટના સર્જાવાની દહેશત: અનેક સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યાથી રાહદારીઓ પરેશાન: ટ્રાફિક દંડ વસુલ કરતી પોલીસને લોકોની પરેશાની ઘ્યાને આવતી નથી

દેશમાં ગત અઠવાડીયે ચાર આંતકવાદીઓ ધુસ્યા હોવાથી આખા દેશમાં સુરક્ષા એજન્સીઓને સઘન ચેકીંગના આદેશો કરવામાં આપ્યા હોય અને હાલમાં દેશભરમાં ગણપતિ મહોત્સવ અને તાજીયાના તહેવારો શરુ થયા હોય તે દરમ્યાન રાજકોટ શહેરમાં અનેક સ્થળોએ ગણપતિ પંડાલા ‘વિઘ્નહર્તા’ના ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. પોલીસનું ચેકીંગ અને સંચાલકોની ખાનગી સિકયુરીટી અણઆવડતના કારણે કોઇ ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ? ઘટના કારણે તાજીયા અને ગણપતિના ધાર્મિક માહોલમાં કોઇ સ્થળે કોઇપણ પ્રકારની ઘટના સર્જાય તેવી દહેશત વર્તાઇ રહી છે.

રાજકોટ શહેરમાં લોકો શેરી, ગલ્લી મહોલ્લામાં તથા જાહેર માર્ગો પર વિવિધ સંસ્થાઓ દ્વારા ગણપતિની સ્થાપના કરી અગીયાર દિવસ સુધીના સમય ગાળા દરમ્યાન ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે સાથો સાથે તાજીયાના તહેવારો પણ સાથે હોવાથી અનેક વિસ્તારો તથા જાહેર માર્ગો પર સબીલનું પણ મુસ્લિમ સમાજમાં લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગણપતિ મહોત્સવ અને તાજીયાના તહેવાર દરમ્યાન શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તમામ પોલીસ મથકોના ઇન્ચાજને પોત પોતાના વિસ્તારના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક બોલાવી કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને શહેરમાં કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે સંચાલકોને તાકીદ કરી હતી.

શહેરમાં સોમવારથી અને દેશભરમાં  ભકતો દ્વારા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને પોલીસ ચોપડે નોઘ્યા પ્રમાણે શહેરના અલગ અલગ સ્થળોએ મોટા કહી શકાય તેવા ૨૪૭ જેટલા ગણપતિના પંડાલને મંજુરી આપવામાં આવી છે. જયારે શેરી, ગલ્લી મહોલ્લામાં કે પછી કોઇ વ્યકિત પોતાના ઘરે કે ફળીયામાં પણ ગણપતિની સ્થાપના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પોલીસનું પેટ્રોલીંગ તથા સંચાલકો ની ખાનગી સિકયુરીટીની અણઆવરતના કારણે અનેક જગ્યાએ ટ્રાફીક જામ તથા કોઇ દુધટના સર્જાય તેવું ખામી યુકત પરીસ્થિતિ જોવા મળે રહી હતી.

The-Pandals-Of-Ganesh-Mahotsav-Rely-On-Vignaharta
the-pandals-of-ganesh-mahotsav-rely-on-vignahartthe-pandals-of-ganesh-mahotsav-rely-on-vignahartaa

શહેરમાં અનેક સ્થળોએ જાહેર માર્ગો ચાર રસ્તા કે જાહેર માર્ગોના સર્કલ પર કરવમાં આવેલા ગણપતિના પંડાલ તથા તાજીયા નીમીતે આયોજન કરવામાં આવેલા સબીલના કારણે ટ્રાફીક જામની સમસ્યા સર્જાઇ છે. તથા ત્યાં લોકો ભેગા થયા હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરભરમાં ચોકે ચોકે સવાર સાંજ રસ્તા પર વાહન ચાલકોને રોકી ઇમેમો ફટકારતી પોલીસને આ ગણપતિ પંડાલ પાસે થતી ટ્રાફીક જામની સમસ્યા ઘ્યાને આવતી  નથી અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે ગણપતિના વિસર્જન માટે શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડી શહેરમાં આજી ડેમ પાસે ખાણમાં, વાગુદળ પાસે જામનગર રોડ પર હનુમાનધારા, મવડી ગામ પાસે જખરા પીરની દરગાહ પાસે સહીત પાંચ સ્થળોએ નકકી કરેલા જગ્યાએ ગણેશની મૂર્તિ વિસર્જન કરવા આદેશ કરવામાં આવ્યો છે.

સાથે સાથે પોલીસનો ચાંપતો બદોબસ્ત અને મહાનગરપાલિકાની ફાયર બીગ્રેડની તરૈયાઓની ટીમ સાથે જરુરી સ્ટાફને તૈનાત રહેવા આદેશ કરવામાં આવ્યો છે જેથી કરીને કોઇ અનઇચ્છનીય બનાવ ન બને અને લોકો ગણપતિ મહોત્સવની શાઁતિ પૂર્ણ પુર્ણાહુતિ કરી શકે તે માટે જરુરી તૈયારીઓ આદરી દેવામાં આવી છે.

શહેરના અનેક ગણપતિ પંડાલોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા ન હોવાનું બહાર આવ્યું હતું. ગણેશ પંડાલની મંજૂરી સમયે જરૂરી સુચનાઓ, ફાયર સેફ્ટી તથા પંડાલની અંદર-બહાર ઇલેક્ટ્રિક વાયર અને લોકોની સલામતી માટે અનેક પ્રકારની સાવચેતીના પગલા લેવા અંગે ચોક્કસ પ્રકારનું ફોર્મ ભરી સંચાલકોએ પોલીસની મંજૂરી લેવાની હોય છે પરંતુ નાના ગણપતિ પંડાલોમાં (જેવા કે ઘરના ફળિયામાં કે શેરીમાં નાના ગણપતિ બેસાડી ભક્તિ કરતા ભક્તો સિવાય)ના મોટા પંડાલોમાં લોકોની વધુ અવર-જવરના કારણે ભારે ધસારો અને આમંત્રીત મહેમાનોમાં વીઆઇપી, વીવીઆઇપીને સંચાલકોએ આમંત્રણ આપ્યું હોય જેથી લોકોની ભીડ વધુ જોવા મળતી હોય તેવા પંડાલોમાં પણ લોકોની સલામતીને લઇ અનેક ખામીઓ સામે આવી હતી. પોલીસ દ્વારા જે-તે વિસ્તારના પોલીસ મથક દ્વારા ફાળવવામાં આવેલ પોલીસ બંદોબસ્ત કે પેટ્રોલિંગ માત્ર આરતીના સમયે કે જ્યારે લોકોનો થોડો વધારે ધસારો હોય ત્યારે જ જોવા મળી રહ્યો હતો અને સંચાલકોની ખાનગી સિક્યુરિટી તથા વ્યવસ્થાપકની અણ સમજના કારણે પણ અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા અને લોકોની ભીડના કારણે અવ્યવસ્થા નજરે પડી રહી હતી. હાલ દેશમાં લોકોની સુરક્ષાને લઇ અને આતંકવાદીઓ દેશમાં ઘૂસ્યા હોવાના સુરક્ષા એજન્સીના ઇન્પુટના કારણે દેશભરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ ગણપતિ મહોત્સવ અને તાજીયાના ધાર્મિક તહેવારમાં તંત્ર દ્વારા અનેક પ્રકારની ક્ષતિઓ કે જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો જોવા મળી રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.