Abtak Media Google News

રાજકોટમાં RTEની પ્રથમ યાદીમાં ૫૫૩૭ના એડમિશન ક્ધફર્મ: ગત વર્ષની જેમ RTEની ત્રીજી યાદી બહાર ન પડે તેવી સંભાવના

રાજકોટમાં છઝઊ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે. જેમાં ૫૫૩૭ વિદ્યાર્થીઓના એડમિશન ક્ધફર્મ થઈ ચૂક્યા છે. જ્યારે ૫૯ વિદ્યાર્થીઓને એડમિશન માટે બીજી યાદી ૧૩ મે બાદ બહાર પડશે.

Advertisement

શહેરની ૪૮૪ ખાનગી શાળામાં RTE(રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ ૫૫૯૬ જગ્યા પર ૧૨૭૯૮ ફોર્મ ઓનલાઈન ભરાયા હતા. જેમાંથી ૧૨૧૬૬ ફોર્મ એપ્રુવ થયા હતા. દરમ્યાન સોમવારે RTEહેઠળ પ્રવેશ માટેની પ્રથમ યાદી જાહેર થઈ. જેમાં ૫૫૩૭ વિદ્યાર્થીઓના એડમિશન ક્ધફર્મ થયાનો મેસેજ વાલીના મોબાઈલમાં આવી ગયો હતો.

ડી.ઈ.ઓ. આર.એસ.ઉપાધ્યાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૧૩ મે સુધી ખાનગી શાળામાં છઝઊ હેઠળ પ્રવેશની કાર્યવાહી ચાલશે. જેમાં પ્રથમ રાઉન્ડની યાદીમાં પ્રવેશનો મેસેજ મળતા વાલીઓએ બાળકની જન્મ તારીખ/એપ્લીકેશન નંબર નાખી વેબસાઈટ પરથી પ્રવેશપત્ર મેળવવાનું રહેશે. બિનઅનુદાનિત શાળા માટે શાળાનો ડાઈસ કોડ usernameરહેશે જ્યારે પાસવર્ડ RTE 2019રહેશે. વિદ્યાર્થીના વાલી પ્રવેશપત્ર લઈને આવે ત્યારે શાળાએ લોગઈન થતાં વિદ્યાર્થીની તમામ વિગત ખુલશે. આધાર પુરાવાની શાળા દ્વારા ચકાસણી કર્યા બાદ ફમળશિ ંબટન પર ક્લિક કરતાં રિસીપ્ટ જનરેટ થશે. જે વાલીને આપવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છઝઊ હેઠળની પ્રથમ યાદીમાં જગ્યા મુજબ મોટાભાગના વિદ્યાર્થીઓના એડમિશન થઈ ચૂક્યા છે તેવા સમયે હવે ૧૩ મે બાદ બીજી યાદીમાં બાકીના ૫૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જશે. ગત વર્ષની જેમ RTEની ત્રીજી યાદી બહાર ન પડે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.