Abtak Media Google News

રૂ.૨૦ના સ્ટેમ્પની અછતના પાપે ના છૂટકે રૂ.૫૦ કે રૂ.૧૦૦ના સ્ટેમ્પ લેવા પડે છે

સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકાના આજુ બાજુના અનેક ગામડાઓ ના લોકો વઢવાણ મામતદાર મા જરૂરી ડોક્યુમેન્ટ કરવા આવે ત્યારે સ્ટેમ્પ ની જરૂરત પડે છે ત્યારે આ સ્ટેમ્પ મેળવા ક્યાંથી અરજદારો ને એ હાલ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે . હાલ અલગ અલગ ભરતી માટે વિર્ધાથીઓ નોન ક્રિમીનલ ,અને ભરતી માટે લગતા વળગતા જરૂરી ડોક્યુમેન્ટ કરવા માટે વઢવાણ મામલદારમા આવે છે ત્યારે આ માટે કેટલીક જગ્યાએ સ્ટેમ્પ ની જરૂરત પડે છે ત્યારે વઢવાણ મા એક ઓનલાઇન સ્ટેમ્પ નીકળે છે અને બીજે વઢવાણ મામતદાર કચેરી સામે વ્યાસ ઝેરોક્સ મા મળે છે અને પોસ્ટ ઓફિસમાં તો સ્ટેમ્પ નું કોઈ અરજદાર પૂછે તો તેને જવાબ તોછડી ભાષા મા આપવા મા આવે છે

Advertisement

જયારે અરજદાર ઓનલાઇન સ્ટેમ્પ કાઢવા મામલતદાર ઓફીસ મા જાય જો નેટ કનેક્તીવિટી ની એક કલાક બાદ મળશે એક કલાક બાદ પણ તેનો તેજ જવાબ મળે છે તો વ્યાસ ઝેરોક્સ મા સ્ટેમ્પ લેવા અરજદારો જાય તો ૨૦ નો સ્ટેમ્પ માંગો તો નથી ત્યારે અરજદારો ને ૨૦ ના સ્ટેમ્પ ના સ્થાને ૫૦ કે ૧૦૦ નો સ્ટેમ્પ ફરજિયાત કામ પતાવા લેવું પડે છે અને પોસ્ટ ઓફિસમાં જો અરજદાર સ્ટેમ્પ લેવા જાય તો સ્ટેમ્પ નથી એક પણ પ્રકાર નો તેવો જવાબ અઘિકારીઓ દ્વારા આપવા મા આવી રહ્યો છે

અને જો અરજન્ટ મા સ્ટેમ્પ ની જરૂરિયાત પડે તો સુરેન્દ્રનગર ( વઢવાણથી આશરે ૭ કિમી દૂર) એક  સ્ટેમ્પ લેવા જવું પડે છે અરજદારો દ્વારા અને જેનો ખર્ચ અમુક વકત સ્ટેમ્પ કરતા પણ વધી જતો હોય છે અરજદારો ને વઢવાણ તાલુકાના અનેક ગામડાઓ ના લોકો દ્વારા વઢવાણ મામલતદાર અને સુરેન્દ્રનગર ડેપ્યુટી કલેકટર શ્રી ને અનેક વાર આ બાબતે રજૂઆત કરાઈ છે છતાં પરિસ્થિતી તે ની તેજ છે

વઢવાણ તાલુકાના બધાજ જરૂરી ડોક્યુમેન્ટ જેવાકે નોન કરીમીનલ,આવક નો દાકલો , જાતિ નો દાક્લો , ચાલ ચલગત નો ડાકલો  ખેડૂતો માટે ૭ બાર ના દાખલો વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ વઢવાણ મામલતદાર મા નીકળે છે ત્યારે આ બધા ડોક્યુમેન્ટ કાઢવા મા ફરજિયાત સ્ટેમ્પ ની જરૂરત ઉદ્ભવે છે ત્યારે વઢવાણ મા સ્ટેમ્પ મેળવા માટે ૩ સ્થળ છે છતાં અરજદારો ને કાઈ થી પોતાની જરૂરિયાત નો સ્ટેમ્પ મળતો નથી જેની રજૂઆત અનેક જગ્યાએ કરવા મા આવી હતી જેની પરિસ્થિતિ હજુ તેજ છે હજુ કોઈ સુધારો નથી.

શું આગામી સમયમાં તંત્ર દ્વારા આ વિર્ધાથીઓ અને ખેડૂતો અને વૃદ્ધો ના આ પ્રશ્ન નું નિરાકરણ થશે અને આ જરૂરી ડોક્યુમેન્ટ માટે વધુ રૂપિયા ના સ્ટેમ્પ લેવાની સમસ્યા દૂર થશે અને વઢવાણ મામલતદાર મા પૂરતા સ્ટેમ્પ તંત્ર દ્વારા પહોંચાડશે તે હવે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.