Abtak Media Google News

વઢવાણ તાલુકાના નગરા ગામની સીમમાં ગળામાં ફાસલો ફસાઇ જવાને કારણે ઘાયલ થયેલા ઘુડખરને શોધવા માટે ફોરેસ્ટની ટીમ છેલ્લા 15 દિવસથી ગામની સીમ ખુદી રહી છે પરંતુ ઘુડખરનો પત્તો લાવ્યો નથી.

ઘુડખરએ સીડયુલ 1 નું પ્રાણી હોય તેના શિકારથી લઇને જાળવણી માટે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. વઢવાણ તાલુકાના નગરા ગામની સીમમાં 15 થી 20 જેટલા ઘુડખરનું જુંડ ફરી રહયુ છે. તેમાં કોઇએ ઘુડખરનો શિકાર કરવા માટે ફાસલો બાંધયો હશે તેમાં ઘુડખર ફસાઇ તો ગયુ હશે પરંતુ તાકાત કરીને નિકળી તો ગયુ હશે પરંતુ ગળામાં ફાસલો ફસાઇ ગયો હતો. તેના કારણે ઘુડખરને ગળાના ભાવે સોજો પણ આવી ગયો છે. આ વાતની જાણ થતા ફોરેસ્ટ ની ટીમ છેલ્લા 15 દિવસથી ઘાયલ ઘુડખરને શોધી રહી છે. પરંતુ ખુલ્લી સીમમાં ફરવાની ટેવ વાળા અને પવન વેગે દોડતા ઘુડખરને પકડવુ તે ફોરેસ્ટ વિભાગ માટે પડકાર રૂપ બની ગયુ છે.

આ ઘુડખરને રેસ્કયુ કરવા માટે જુનાગઢથી ગન સાથેની ટીમ બોલાવી હતી. પરંતુ સતત દોડતા અને ભાગતા રહેતા ઘુડખરને આ ટીમ પણ પકડી શકી ન હતી. સુરેન્દ્રનગરની ટીમ ઘુડખરના પગના નીશાનની સાથે ઉચા સ્થળોએ દૂરબીનની મદદથી ઘાયલ ઘુડખરને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.