Abtak Media Google News

પગાર અને બોન્ડના પ્રશ્ને તબીબોનો ઉગ્ર વિરોધ સાથે સુત્રચાર 

રાજ્યભરના 2000થી વધુ તબીબો હડતાલમાં જોડાયા આરોગ્ય સેવા ખોરવાઈ 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયું મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો અને 50 બોન્ડેડ તબીબો મળી કુલ 400 જેવા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. આજરોજ પીડીયું કોલેજ પર તબીબો પોઝિટિવ વેયમાં વિરોધ કરયો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હડતાલ પર રહેલા તબીબોએ બ્લડ ડોનેટ કર્યું છે જેમાં 100 જેવી બ્લડ બોટલ એકઠું કરવામાં આવ્યું છે

સાથે ઠેર ઠેર,રાજકોટ,ગાંધીનગર સુરત,એમ અલગ અલગ 2000 જેવા તબીબો હડતાલ પર ઉતરતા પરિસ્થિતિ ખોરવાઈ છે અને ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે.

ઉલ્લેખનીય છે કે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. આમ ન કરવા પર સરકાર દ્વારા આવા તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ શકે છે. આવેદન બાદ મામલો ઉગ્ર બન્યો છે અને જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાર સુધી તબીબોનો હડતાલ ચાલુ રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જે ત્રીજા દિવસે ડોકટરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોનું કહેવું છે કે , જ્યારે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી ત્યારે 10 લાખના બોન્ડ અને સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી આપવામાં આવશે તેવી શરત હતી. પરંતુ 30 તબીબની અન્ય હોસ્પિટલમાં બદલી થતા વિરોધ સાથે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે.પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી.

આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી.

12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે.

Screenshot 3 14હડતાલમાં રહેલા તબીબો આર્મીની સારવાર માટે હંમેશના ફરજ પર 

વિવિધ માંગણી સાથે હડતાલમાં રેસિડેન્ટ અને ઇનસર્વિસ તબીબોનો આજે ત્રીજો દિવસ છે.ત્યારે હડતાલમાં રહેલા તબીબોએ આર્મી જવાનનું સન્માન જાણવી પોતાની માંગણી અમે હડતાળને બાજુ પર રાખી દેશની સુરક્ષા કરતા જવાનની સારવાર કરી આર્મીમેનની મદદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.