Abtak Media Google News

મોદી મંત્ર -1 : ગુજરાત હૈ, તો મુમકીન હૈ

3,874 કરોડના લગભગ 14 એમઓયુ થયા બાદ વધુ રૂ. 1,113 કરોડના વધુ ચાર એમઓયુ પર હસ્તાક્ષર કરતી રાજ્ય સરકાર

લોકસભામાં મોદી મંત્ર-1 અંતર્ગત કેન્દ્ર સરકાર અર્થતંત્રને મજબૂતાઈ આપવા ઉપર કામ કરી રહ્યું છે. જો કે આ મંત્રમાં ગુજરાત હૈ તો મુમકીન હૈ મુજબ સફળતામાં ગુજરાતનો સિંહફાળો રહેવાનો છે. 2024નું વાયબ્રન્ટ સમિટ લોકસભાની ચૂંટણીમાં જાકમજાળ લાવી દેશે.  3,874 કરોડના લગભગ 14 એમઓયુ થયા બાદ વધુ રૂ. 1,113 કરોડના વધુ ચાર એમઓયુ પર હસ્તાક્ષર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણી 2024માં યોજાનાર છે. તે પૂર્વે જ જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ સમિટ 2024 યોજાનાર છે. આ સમિટ દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપવાની છે. રાજ્યને મૂડીરોકાણ માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે સ્થાપિત કરતી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરી 2024માં યોજાવાની છે.

રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ 2024ના ભાગરૂપે વિવિધ ઉદ્યોગો સાથે પહેલાથી જ એમઓયુની શરૂઆત કરી છે. આ પહેલના ત્રીજા તબક્કામાં, મંગળવારે રૂ. 1,113 કરોડના કુલ રોકાણ સાથે વધુ ચાર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેમિકલ સેક્ટરમાં રૂ. 300 કરોડના રોકાણ માટે એક જ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.  મેઘમણી ક્રોપ ન્યુટ્રિશન લિમિટેડ 2025-26 સુધીમાં સાણંદ ખાતે નેનો લિક્વિડ ફર્ટિલાઇઝર પ્લાન્ટ શરૂ કરશે.

રાજ્ય સરકાર વતી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર અને ઉદ્યોગોના ડિરેક્ટરો વતી વરિષ્ઠ સીઈઓ, એમડી સહિત અન્યોએ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્રણ અલગ-અલગ તબક્કામાં દર અઠવાડિયે યોજાતી આ એમઓયુ સહી પહેલ દરમિયાન રૂ. 3,874 કરોડના લગભગ 14 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.આ ઉદ્યોગો શરૂ થવાથી આગામી દિવસોમાં 9,500થી વધુ સંભવિત રોજગારીની તકો ઉભી થશે.

ત્યારબાદ, વિવિધ ક્ષેત્રોમાં સંભવિત રોજગારીની તકો ઉભી કરવામાં આવશે જેમાં ટેક્સટાઇલ સેક્ટરમાં 2,100, એન્જિનિયરિંગ સેક્ટરમાં 700, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં 500 અને કેમિકલ સેક્ટરમાં 3,085નો સમાવેશ થાય છે.

મંગળવારે થયેલા ચાર એમઓયુ અનુસાર, સાણંદ, ડેસર-વડોદરા, પીપોદરા-સુરત અને વલસાડના ડુંગરીમાં 2024-25-26 સુધીમાં ઉદ્યોગો શરૂ થશે. એમઓયુ મુજબ, વન્ડર સિમેન્ટ લિમિટેડ ગુજરાતમાં તેનો પ્રથમ પ્રોજેક્ટ શરૂ કરશે, જે ડેસર તાલુકાના તુલસી ગામમાં રૂ. 550 કરોડના રોકાણ સાથે શરૂ કરશે. આ પચાસ લોકોને રોજગાર આપશે. આ ઉપરાંત હમી વેવલોન પ્રા.લી. રૂ. 114 કરોડના રોકાણ સાથે સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે વિસ્કોસ સ્ટેપલ યાર્ન અને પોલિએસ્ટર સ્ટેપલ યાર્ન પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે.  આ પ્રોજેક્ટથી લગભગ 300 લોકોને રોજગારીની તક મળશે. એટલું જ નહીં, મોરાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ વલસાડ જિલ્લાના ડુંગરીમાં 149 કરોડના રોકાણ સાથે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપશે અને અંદાજે 3500 રોજગારીની તકો ઊભી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.