Abtak Media Google News

નવરાત્રી એટલે આદ્યશક્તિ માં અંબા ની આરાધના નો તહેવાર નવરાત્રિ એટલે માં શક્તિ ની ભક્તિ પૂજા અર્ચના અને ઉપાસના નો પર્વ અત્યારે જગદંબા નાં પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ઠેરઠેર શેરી ઓમાં રાસ ગરબા તેમજ દાંડીયા રાસની ચો તરફ રમઝટ બોલી રહી છે ત્યારે ધોરાજી માં સતત ૪૦ વર્ષ થી માં નવદુર્ગા ગરબી મંડળ વોંકળા કાંઠા વિસ્તારમાં બાળાઓ દ્વારા ગરબી ચાલી રહી છે જેમાં અવનવા રાસ ગરબા તો બાળાઓ રમે જ છે પણ આ ગરબી માં ઝલતા ગરબા ઓ ગરબા રમે છે.

11 9બાળાઓ આ ઝલતા ગરબા નાની કુમારિકા ઓ પોતાના મસ્તક પર ઝલતો એટલેકે સળગતો ગરબો અને બન્ને હાથમાં સળગતી મશાલ લઇને સંપૂર્ણ રાસ ગરબા રમે છે અપલક દ્રષ્ટિ થી સતત નિહાળતાં જ રહીએ એવાં દ્રષ્યો ખડાં થઈ જાય છે ખરેખર આ ઝલતા ગરબા અદ્ભુત રાસ છે જેમાં બાળાઓ મસ્તક પર સળગતો ગરબો લઇને રમે છે ત્યારે સાક્ષાત માં આદ્યશક્તિ અંબે માતા પૃથ્વી પર રમવા નિસર્યા હોય એવું અદ્ભુત દ્રશ્ય સર્જાય છે.

13 4

ડિસ્કો દાંડીયા તેમજ પાર્ટી પ્લોટ નાં ગરબા નો અત્યારે યુગ છે ત્યારે ધોરાજી માં નવદુરગા ગરબી મંડળ દ્વારા આ ઝલતા ગરબા અદ્ભુત છે અને આ ઝલતા ગરબા આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે અને લોકો નિહાળવા માટે આવી રહયાં છે.

10 11

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.