Abtak Media Google News

આજકાલની બીઝી લાઈફે  લોકોને તણાવનો શિકાર બનાવી દીધો છે. આ જ કારણ છે કે ધીરે ધીરે માનસિક સમસ્યાઓના કેસ વધવા લાગ્યા છે. જો તમે પણ ટેન્શનનો શિકાર છો તો યોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

યોગ એટલે શું માત્ર આસન, ધ્યાન કે પછી… | Chitralekha

યોગના આવા ઘણા આસનો છે જે માનવ મનને રાહત આપે છે. જો આ યોગના આસનો સવારે કરવામાં આવે તો તે વ્યક્તિને દિવસભર ફિટ રહેવામાં મદદ કરે છે. સાથે જ મન શાંત રહે છે.

ભુજંગાસન

Bhujangasana / Cobra Pose - Blue Karma Magazine

ભુજંગાસન શ્રેષ્ઠ યોગ આસનોમાંનું એક માનવામાં આવે છે. તે લોખંડની જેમ કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને છાતી, ખભા અને પેટના સ્નાયુઓને ખેંચવામાં પણ મદદરૂપ થાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે ભુજંગાસન યોગ્ય રીતે કરવાથી સ્ટ્રેસ અને થાક દૂર થાય છે. વ્યક્તિને આખો દિવસ સારું ફિલ થવા લાગશે. જ્યારે વ્યક્તિ તણાવમાં નથી હોતી ત્યારે તે અન્ય કાર્યો પણ સારી રીતે કરે છે.

શવાસન

Do Not Skip Shavasana Ever - Find Out Why! - The Wellness Corner

જો તમે શવાસન કરો છો તો તે તમારા માટે ઘણી રીતે ફાયદાકારક છે. શવાસનની ખાસ વાત એ છે કે તે તમારા શરીરને સંપૂર્ણપણે આરામ આપે છે. આ યોગ આસન એવા લોકો માટે રામબાણ છે જેઓ હાઈ બ્લડ પ્રેશર અને ચિંતાથી પીડાય છે. આ ઉપરાંત મગજને પણ આ આસન કરવાથી ફાયદો થાય છે. નિષ્ણાતોના મતે, આ આસન તમારી એકાગ્રતા અને યાદશક્તિને તેજ બનાવે છે. આ આસન તમારા એનર્જી લેવલને વધારી રાખે છે.

કપાલ ભાતી

Women Health : કપાલભાતિ કરવાથી મહિલાઓને મળશે આ પાંચ ફાયદા - Gujarati News | Women Health: These Are The Five Benefits That Women Will Get From Doing Kapalbhati - Women Health: These

શ્વાસના દર્દીઓ માટે કપાલ ભાટી કોઈ રામબાણ દવાથી ઓછી નથી. કપાલ ભાટી લોહીમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ યોગ આસન દ્વારા ફેફસાંની ક્ષમતા વધે છે. સાથે જ તે શરીરની અંદર એકઠા થયેલા ઝેરી તત્વોને દૂર કરે છે. આ ઉપરાંત, જો તમે તણાવથી પીડાતા હોવ તો આ તમારા માટે ખૂબ જ અસરકારક આસન હોઈ શકે છે. આ કર્યા પછી તમે માનસિક રીતે પણ શાંત થશો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.