Abtak Media Google News

રાજયના 87 તાલુકાઓમાં છેલ્લા ર4 કલાક દરમિયાન વરસાદ

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા ર0 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 87 તાલુકાઓમાં સાડાચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.  સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજયમાં છુટાવવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. અમરેલીમાં બુધવારે સાંજે બે કલાકમાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ વરસી જવાના કારણે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી હતી.

Advertisement

છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયમાં સૌથી વધુ વરસાદ નવસારી તાલુકાના ચિખલીમાં 116 મીમી પડયો હોવાનું નોંધાયો છે. ગણદેવીમાં 83 મીમી, અમરેલીમાં 8ર મીમી, ખેરગામમાં 73 મીમી, નવસારીમાં 71 મીમી, ઉમર પાડામાં 70 મીમી, ડોખવાણમાં 68 મીમી, કુકર મૂંડામાં 56 મીમી, તીલકવાડામાં 48 મીમી વરસાદ પડયો છે કુલ 87 તાલુકાઓમાં વરસાદ પડયાનું નોંધાયું છે.

આજે સવારે દક્ષિણ ગુજરાતમાં મેધરાજા સટાસટી બોલાવી રહ્યા છે. સવારે બે કલાકમાં સુરતના માંડવીમાં અઢી ઇંચ, વડોદરાના કરજણમાં બે ઇંચ, ડભોઇમાં દોઢ ઇંચ, ગણદેવી અને ખેરગામમાં સવાઇંચ સહીત 30 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં સીઝનનો 112.07 ટકા વરસાદ વરસી ગયો છે. ઉતર ગુજરાતમાં 50.70 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 35.52 ટકા: સૌરાષ્ટ્રમાં 65.84 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 38.15 ટકા વરસાદ વરસી ગયો છે. રાજયમાં 48.47 ટકા વરસાદ પડી ગયો છે.

અમરેલી શહેરની શેરીઓ જાણે નદીઓ બની ગઈ હતી અને શહેરના હૃદય સમા રાજકમલ ચોક, હિરામોતી ચોકમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

સાંજના સમયે શાળાએથી ઘેર પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી હતી.અમરેલીના કેરીયારોડ અને હનુમાનપરામાં આવેલ ગરનાળામાં ગળાડુબ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. હવામાન સુત્રોના જણાવ્યા અનુસાર સાંજના 6 વાગ્યા સુધીમાં અમરેલીમાં 75 મિ.મી. વરસાદ વરસી ગયો હતો. જે ગણતા આ સિઝનનો અમરેલી તાલુકાનો કુલ વરસાદ 438 મિ.મી. થયો છે. અમરેલી જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ સવારથી સાંજ સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વચ્ચે થોડો તડકો પણ નીકળ્યો હતો. સમયાંતરે આછી ઝરમર પણ વરસ્યા કરી હતી. હવામાન વિભાગના આંકડા અનુસાર સાંજ સુધીમાં સાવરકુંડલામાં 3 મિ.મી.અને જાફરાબાદ પંથકમાં 3 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ભાદર સહિત 10 ડેમની  જળ સપાટીમાં વધારો

ભાદર ડેમની સપાટી 25.60 ફુટે પહોંચી

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી મેધરાજાનું જોર ઘટયું છે. છતા છલકાતા નદી નાળાઓના કારણે જળાશયોની સપાટીમાં વધારો નોંધાય રહ્યો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન 10 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જીલ્લાના ભાદર ડેમમાં નવું 0.33 ફુટ પાણીની આવક થવા પામી છે. 34 ફુટ ઉંડાઇ ધરાવતા ભાદર ડેમની સપાટી 25.60 ફુટે પહોંચી જવા પામી છે. હવ ડેમ ઓવર ફલો થવામાં 8.40 ફુટ બાકી રહ્યો છે. ડેમમાં 2943 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

આ ઉપરાંત આજી-3 માં નવું 0.30 ફુટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફુટ, છાપરવાડી-ર ડેમમાં 0.33 ફુટ પાણીની આવક થઇ છે. રાજકોટ જિલ્લાના ર7 જળાશયોમાં 63.63 ટકા પાણી સંગ્રહિત છે. મોરબી જિલ્લાના મચ્છુ-1 નવુ 0.39 ફુટ, ડેમી-1 ડેમમાં 0.16 ફુટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.13 ફુટ, લીંબડી ભોગાવો-1 માં 0.10 ફુટ, ધારીમાં સૌથી વધુ 3.28 ફુટ અને સોરઠી ડેમમાં 0.82 ફુટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.