Abtak Media Google News

પૂ. નમ્રમુનિ મ.સા.ના જન્મદિન અવસરે

જૈન વિઝન દ્વારા રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના ૪૯માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે માનવતા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અનોખી રીતે જૈન વિઝન દ્વારા વિશેષ પ્રકારના સેવા સંકલ્પો કરવામાં આવેલ છે.જે પૈકી એક વિશેષ પ્રકારનો સેવા પ્રકલ્પ કરવામાં આવ્યો છે.

જેમાં રાજકોટની લક્ષ્મીનગરની ઝુંપડપટ્ટી, મોરબીડની ઝુંપડપટ્ટી, પુજારા પ્લોટ પાસેની ઝુંપડપટ્ટી, જામનગર રોડની ઝુંપડપટ્ટી વિગેરે વિવિધ વિસ્તારોમાં જઈ અગાઉથી સર્વે કરાયેલા અનેક પરિવારોને ૧૦બાય ૧૨ની સાઈઝની તાલપત્રીનું ચોમાસાને ધ્યાનમાંરાખી વિતરણ કરવામાં આવ્યું હતુ. અને છણીયા, કોથળા, લાકડા અનેજુના બેનરોનાં ઉપયોગ કરી રહેતા આ ઝુંપડપટ્ટીવાસીઓને તાલપત્રી આપી તેઓના ચહેરા પર ખુશાલી લાવવાનો પ્રયાસ કરાયો હતો. પૂ.નમ્ર મૂનિ મહારાજ સાહેબે પણ જૈન વિઝનના આસેવા અભિગમને બિરદાવયો હતો. અને માંગલીક ફરમાવી આર્શીવચન પાઠવ્યા હતા. જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ અને પ્રવિણભાઈ કોઠારીએ જૈન વિઝનની સેવાકીય પ્રવૃત્તિઓનેબિરદાવી હતી. આ તકે જૈન વિઝનના આ સેવા પ્રકલ્પ માટે તાલપત્રીનાં લાભાર્થી એવા અખીલ સુનિલભાઈશાહ, જૈન અગ્રણી સુનિલભાઈ શાહ, નિરવભાઈ શાહ, અંકિત શાહ વિગેરે પણ ન કેવળ દાન આપીને છૂટી જવું પરંતુ ઝુંપડપટ્ટી વિસ્તારમા પણ સાથે રહી કાર્યકર્તાઓ સાથે ખંભેખંભા મિલાવી આ માનવતા કાર્યમાં જોડાઈને સમાજ માટે પ્રેરક દાતા તરીકેનું ઉતમ ઉદાહરણ પૂરૂ પાડયું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી, નિતિન મહેતા, ડો. તેજસ શાહ, ધીરેન ભરવાડા, હિતેષ મણીઆર, અતુલ શાહ, મેહુલ કામદાર, નિતેષ મહેતા, રાજીવ ઘેલાણી, દેવાંગ ખજુરીયા, જયેશ મહેતા જીનેશ મહેતા, કેતન સંઘવી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.