Abtak Media Google News

આજે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ ૨૦૨૧ છે. પ્રાથમિક સારવાર તાલીમને પ્રોત્સાહિત કરવા દૂનિયાભરની રેડક્રોસ સોસાયટી ઉમદાકાર્ય સાથે આજના દિવસની લોકજાગૃતિના માધ્યમ વડે ઉજવણી કરે છે લોકોમાં ફસ્ટ એઈડનું જ્ઞાન આવવાથી ઘણા જીવન બચાવી શકાય છે.

વિશ્ર્વ પ્રથમ સહાય દિવસ એટલે જ ફસ્ટ એઈડ કે પ્રાથમિક સારવાર નાની મોટી શારીરીક મુશ્કેલી પ્રાથમિક સારવાર આપીને નિવારી શકાય છે. લોક શિક્ષણ દ્વારા જાગૃતિને સુલભતા વધારવી જજા રી છે. આ વર્ષની થીમ પ્રાથમિક સારવાર અને માર્ગ સલામતી છે. દર વર્ષે સપ્ટેમ્બરના બીજા શનિવારે આ દિવસની ઉજવણીવિશ્ર્વભરમાં થાય છે. જો સમાજમાં આની જાગૃતિ પ્રસરે તો નાની-મોટી ઈજાઓ અને ગંભીર પરિસ્થિતિમાં જીવન પણ બચાવી શકાય છે.

આજના દિવસનો હેતુ પ્રાથમિક સારવાર તાલીમ ને મહત્વ અને પ્રોત્સાહન આપવાનો છે. કટોકટીમાં વધુ જીવન બચાવવામાટે ફસ્ટ એઈડની તાલીમ લેવી અતી આવશ્યક છે. તાત્કાલીક સહાય ને જ ફસ્ટએઈડ કહેવાય છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા આ દિવસની ઉજવણી વિશ્ર્વભરમાં કરાય છે. પ્રાથમિક સારવાર ત્રણથી છ કલાકમાં કોઈ પણ માણસ શીખી શકે છે. શૈક્ષણીક દ્રષ્ટીએ પણ જીવનમાં તાલીમનું મહત્વ છે. સન ૨૦૦૦ની સાલમા વિશ્ર્વ પ્રાથમિક સારવાર દિવસની સ્થાપના કરવામાં આવી હતી.

Cpr Mobile

રેડક્રોસ છેલ્લા ૧૦ વર્ષોથી લોકોને પ્રાથમિક સારવાર પુરી પાડી રહી છે. આ દિવસનો ઈતિહાસ ૧૮૫૯થક્ષ શજા  થયો હતો. હેનરી ડુનાન્ટે તેની સ્થાપના કરી હતી. માનવીય વેદના સાર્વત્રિક છે. અને તેમાં પ્રાથમિક સારવાર ખૂબજ મહત્વપૂર્ણ છે. પછી તે યુધ્ધ સમયે હોય કે રસ્તાના અકસ્માતો દરમ્યાન ફસ્ટ એઈડ બધે જજા રી છે. આજે ૨૭ ટકા મૃત્યુ તબીબી સહાયની જજા રિયાતને કારણે થાય છે. ઘણા ગંભીર કિસ્સાઓમાં જીવ ગુમાવતા દર્દીઓને પ્રાથમિક સારવાર વડે બચાવી શકાય છે. આ સારવારો હેતુ નબળાઈઓ ઘટાડવા સાથે મજબૂત સમજુદાયો લાવવામાં મદદ કરે છે.

પ્રાથમિક સારવાર જ ઈજાઓ અને મૃત્યુ ઘટાડવામાં મદદ કરે છે

‘ફસ્ટએઈડ’ અર્થાત પ્રાથમિક સારવાર ઘણી ઈજાઓ અને મૃત્યુને ઘટાડવામાં મદદ કરે છે. આપતિઓ દૈનિક કટોકટીની અસરોને ઓછી કરે છે. યુધ્ધગ્રસ્ત દેશો અનેપતિગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સામાન્ય રીતે પ્રાથમિક સારવાર માટે જારી તાલીમ મેળવવાની તક મળતી નથી પ્રાથમિક સારવારનો મૂળભૂત વિચાર નબળાઈ ઘટાડવાને મજબૂત સમુદાયો લાવવામાં મદદ કરે છે. આજના દિવસે શકય તેટલી વહેલી તકે પ્રાથમિક સારવારની આવશ્યકતા શીખવાનું શજા  કરી શકો છો. શિક્ષકો અને શાળાના બાળકોને પ્રાથમિક સારવાર ફરજીયાત શીખવવી જજા રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.