Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેશે

ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા કેન્દ્રીય યોજના પ્રમાણેના ક્લસ્ટર સંમેલનો પૈકી બે ક્લસ્ટર સંમેલન આણંદ અને સુરેન્દ્રનગર એમ બે સ્થળોએ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાધાણીની અધ્યક્ષતામાં યોજાશે.

આણંદ, ખેડા અને વડોદરા એમ, મધ્ય ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો માટેનું ક્લસ્ટર સંમેલન સ્વામીનારાયણ બાગ, મુ.ભારેલ, તા.બોરસદ જી.આણંદ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે. આ ક્લસ્ટર સંમેલનને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સંબોધન કરશે.

રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ એમ, સૌરાષ્ટ્ર વિસ્તારનું ક્લસ્ટર સંમેલન જીન કમ્પાઉન્ડ, ઘર હોતો ઐસાની બાજુમાં, જીનતાન રોડ, સુરેન્દ્રનગર ખાતે બપોરે ૧.૦૦ કલાકે યોજાશે. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા માર્ગદર્શન આપશે.

આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ, મંડલ પદાધિકારી તથા મંડલસ: પ્રદેશ સીટના પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારો, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે જેને પ્રદેશ આગેવાનો આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં માર્ગદર્શન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.