Abtak Media Google News

સ્વાઇન ફલુ અટકાવવા માટે તાવ-શરદીવાળા બાળકોને જુદા બેસાડવા અમદાવાદમાં અપાઇ સૂચના

ગુજરાતભરમાં ઠંડીના વધતા-જતા પ્રમાણ સાથે સ્વાઈનફલુનો કહેર પણ વધી રહ્યો છે. રોજબરોજ વધતા જતા સ્વાઈનફલુના દર્દીઓ અને મૃત્યુઆંક લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં તાવ-શરદી બિમારીવાળા બાળકોને અલગ બેસાડવા માટે સુચના આપવામાં આવી છે. ગુજરાતમાં કહેર મચાવનાર સ્વાઈનફલુમાં ૨૪ કલાકમાં પાંચ મોત નિપજયા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરમાં એકઠા થતા લોકોની ભીડ અને તેના કારણે વધતા જતા સ્વાઈનફલુના ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના પરીણામે ડીડીઓને સુચના પાઠવી સરકારી ગાઈડલાઈન અનુસંધાને કાર્યવાહી કરવામાં આવતા ડીડીઓ અનિલ રાણાવશીયાએ જણાવ્યું હતું કે, તાવ અને શરદી બિમારીવાળા બાળકોને શાળાઓમાં અલગ બેસાડવાની સુચના પાઠવવામાં આવી હતી. રાજકોટ સહિત રાજયભરમાં સ્વાઈનફલુના કેસોમાં વધારો જોવા મળે છે. જયારે મૃત્યુઆંક પણ વધતા લોકોમાં સ્વાઈનફલુનો ફફડાટ વધી રહ્યો છે. ગુજરાત રાજયમાં ૨૪ કલાકમાં વધુ ૭૦ કેસ નોંધાયા હતા. જયારે પાંચ દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડયા હતા.

સ્વાઈનફલુના ઝડપથી વધતા જતા ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં ડીડીઓએ આપેલી સુચના પ્રમાણે ડીડીઓ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શાળાઓને ખાસ સુચના પાઠવવામાં આવી હતી કે, તાવ-શરદીવાળા બાળકોને અલગ બેસાડવા માટે અપીલ કરવામાં આવી હતી. વધુમાં જો બાળકો બિમાર હોય તો શાળાએ ન મોકલવા વાલીઓને અપીલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના માથાના દુખાવા સમાન સ્વાઈનફલુનો ભરડો દિન-પ્રતિદિન વધતો રહ્યો હોય ત્યારે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું અને આરોગ્યના હિતમાં સુચનાઓ આપવામાં આવી છતાં સ્વાઈનફલુનો કહેર યથાવત રહ્યો છે ત્યારે આરોગ્યતંત્ર દ્વારા શાળામાં ભાગતા વિદ્યાર્થીઓ માટે મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ઠંડીનું જોર વધવાથી તાવ-શરદીના સામાન્ય રોગો સામે પણ આરોગ્ય સ્ટાફને સાવધ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સ્કુલમાં સાથે બેસતા બાળકોમાં સંભવત રોગચાળો વધે તેમ હોય તેના કારણે ગાઈડલાઈન પ્રમાણે રાજકોટ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં બિમાર બાળકો અન્ય બાળકોથી અલગ બેસાડવા માટે શાળાઓને સુચનાઓ આપવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઈનફલુમાં ૧૬૨ કેસ નોંધાયા છે. જયારે ૨૬ દર્દીઓના મોત નિપજયા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સઘન મોનીટરીંગ થઈ રહ્યું છે. ઠંડીના વધતા પ્રમાણમાં રોગચાળા પર કાબુ મેળવવા માટે મોનીટરીંગ રાખવા માટે પંચાયતના તલાટી સહિતના અન્ય સ્ટાફને પણ સુચના આપવામાં આવી છે.

રાજયભરમાં બેકાબુ બનેલા સ્વાઈનફલુને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અલગ-અલગ પગલા માંડવામાં આવી રહ્યા હોવા છતાં સ્વાઈનફલુનો કહેર યથાવત હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૪ કેસ નોંધાતા આંકડો ૧૧૯૧ કેસ સુધી પહોંચી રહ્યો છે. જયારે એક જ દિવસમાં વધુ પાંચ મોત નોંધાતા મૃત્યુઆંક ૫૬ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઈનફલુમાં રાજકોટમાં ૧, ભાવનગરમાં ૧, મુળીમાં ૧ અને બોટાદમાં ૨ દર્દીઓના મોત નિપજયા છે. જયારે એક જ દિવસમાં વધુ ૭૪ પોઝીટીવ કેસ રાજયભરમાં નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૨૫ કેસ નોંધાયા છે. વડોદરા કોર્પો. અને સાબરકાંઠામાં ૬-૬ કેસ નોંધાયા છે. રાજકોટમાં ૭, ગાંધીનગરમાં ૪, ભાવનગર શહેર, વડોદરા અને જામનગર શહેર ખાતે ૩-૩, સુરત શહેર ૨, આણંદ, અમદાવાદ, પાટણ, ગાંધીનગર શહેર, ખેડા પંચમહાલ અને નવસારી ખાતે ૧-૧ કેસ પોઝીટીવ નોંધાયા છે. ૨૦૧૯ની શ‚આત બાદ ફકત ૪૦ દિવસમાં જ રાજયભરમાં ૧૧૯૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે ૫૬ દર્દીઓના મોત નિપજયા છે. હાલ ૪૫૫ દર્દીઓ રાજયભરમાં સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.