Abtak Media Google News

તા. ૨૮.૭.૨૦૨૩ શુક્રવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ દશમ, અનુરાધા   નક્ષત્ર, શુક્લ  યોગ, વણિજ કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.

કર્ક (ડ,હ) :વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

તુલા (ર,ત) :  આર્થિક બાબતો માં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો  સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

એલિયન્સ વિષે સત્ય શું છે!!??

અત્રે લખ્યા મુજબ વર્ષ ૨૦૨૩માં અનેક રહસ્યમય ઘટનાઓના ખુલાસા થઇ રહ્યા છે અને અમેરિકાના ત્રણ પૂર્વ સેના અધિકારીઓએ અમેરિકા એલિયન્સ બાબતમાં ઘણું છુપાવી રહી છે તેમ કહ્યું છે વળી અમેરિકાની કેટલીક એજન્સી આ બાબતમાં વર્ષોથી સંશોધન કરે છે અને એ યાન તથા એલિયન વિષે મહત્વની જાણકારી છુપાવે છે વળી અમેરિકાએ રિવર્સ એન્જીનીઅરીંગથી અનેક સાધનો ડેવલોપ પણ કરેલા છે જે હવે સાબિત થઇ રહ્યું છે જે વિષે અત્રે લખેલું કે વર્ષ ૨૦૨૩ એ કેતુનું વર્ષ છે અને કેતુ અનેક રહસ્યો લઈને આવે છે માટે આ સાલમાં અંતરિક્ષથી લઈને દરિયાના પેટાળ સુધી અનેક નવી બાબતોના ખુલાસા થશે.

છેલ્લા ઘણા દાયકાઓથી આપણે અન્ય ગ્રહ પરના જીવ અને ત્યાંની સભ્યતા વિષે જાણવા ઉત્સુક છીએ જે હવે ધીમે ધીમે સામે આવી રહ્યું છે વળી આ સમયમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ પણ ખુબ આગળ વધી રહ્યું છે અને વૈજ્ઞાનિકો આ બંને મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરે છે કે જયારે અન્ય ગ્રહવાસીઓ આપણી સાથે સંપર્કમાં આવશે ત્યારે તેના શું પરિણામ આવશે તે પણ ચિંતાનો વિષય છે વળી આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ સ્વયંની રીતે આગળ વધશે એ પણ માનવ સભ્યતા માટે ચિંતાનો વિષય બની શકે છે પરંતુ એ વાત નક્કી છે કે વર્ષ ૨૦૨૩ આ બન્ને બાબતો માટે મહત્વનું વર્ષ બની રહેશે અને આ લગતી અનેક બાબતો સામે આવતી જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.