Abtak Media Google News

તા. ૧૪.૧.૨૦૨૩ શનિવાર,
સંવંત ૨૦૭૯ પોષ વદ સાતમ,

નક્ષત્ર: હસ્ત

યોગ: અતિગંડ,

કરણ: બાલવ

આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ )  રહેશે .

મેષ (અ,લ,ઈ): તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

વૃષભ (બ,વ,ઉ): કામકાજમાં  વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ): તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.

સિંહ (મ,ટ): રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

કન્યા (પ ,ઠ ,ણ ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.

તુલા (ર,ત):  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય ): ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ): કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ): માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.