Abtak Media Google News

તા. ૧૨.૧.૨૦૨૩ ગુરુવાર,

સંવંત ૨૦૭૯ પોષ વદ પાંચમ,


પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર,


સૌભાગ્ય   યોગ,

ગર  કરણ

આજે   રાત્રે ૯.૦૦ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આજે આ રાશિના જાતકોને સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

વૃષભ (બ,વ,ઉ): આજે તમે પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો,  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

કર્ક (ડ,હ) : ગણતરીપૂર્વકના સાહસથી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.

સિંહ (મ,ટ):  બેન્ક વીમા વિગેરે કાર્ય કરી શકો, આર્થિક બાબતોમાં તમારો આજનો દિવસ મધ્યમ રહેશે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

કન્યા (પ ,ઠ ,ણ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

તુલા (ર,ત) : દૂર દેશથી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

મકર (ખ,જ) : ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.