Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના વિસ્તારમાં દર વર્ષે પીવાના પાણીની તંગી સર્જાય છે, તેમજ હેન્ડપંપ આધારિત વિસ્તારમાં હેન્ડપંપ ખરાબ થાય તો પાણીની મુશ્કેલીઓ સર્જાતી હોય છે. જેને ધ્યાને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો પીવાના પાણીની ફરીયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૯૧૬ શરૂ કરવામાં આવ્યો છે. લોકો આ નંબર પર ફરીયાદ નોંધાવી શકશે. ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાના ઝડપી ઉકેલ માટે આ ૧૯૧૬ ટોલ ફ્રી નંબર ૨૪ કલાક કાર્યરત રહેશે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત કોઇપણ વ્યક્તિ ૂત.લીષફિિ.ંલજ્ઞદ.શક્ષ વેબ સાઇટ ઉપર ગયૂ ઈજ્ઞળાહફશક્ષિં  સેકશન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકશે. જો કોઇપણ કિસ્સામાં ટોલ ફ્રી નંબર ૧૯૧૬ વ્યસ્ત જણાય તેવા કિસ્સામાં અન્ય નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે, તેમ વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.