Abtak Media Google News

વિવિધ ટ્રાફિક ઝુંબેશના બહાને વાહન ચાલકોને ખંખેરવાનો નવતર કારસો

વાહન ચેકીંગનનો મુખ્ય ઉદેશ સાઇડ લાઇન ઉઘાડી લૂંટ થતી હોવાની પોલીસ સામે અનેક ફરિયાદ

જે કાયદાથી લોકોને સુખાકારીના બદલે મુશ્કેલી બનતો હોય ત્યારે તે કાયદાને માન ન આપવું તેવું રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે. એટલે જ મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચ કરી મીઠાના ટેકસ સામે સત્યાગ્રહ કરી અંગ્રેજ સરકારના કાયદાને જળમુળથી રદ કરવાની ફરજ પડી હતી. રાજકોટમાં ટ્રાફિકના કાયદામાં પણ કંઇ આવુ જ છે. ટ્રાફિકનો કાયદો લોકોની સુખાકારી માટે નહી પણ વધુને વધુ વાહન ચાલક અને પોલીસ સ્ટાફને કંઇ રીતે મુશ્કેલી થાય તેવી સ્થિતી સર્જાય છે. વાહન ચેકીંગના બહાને માત્રને માત્ર દંડ વસુલ કરવાના ધ્યેય સાથે શહેરમં પોલીસ દ્વારા થતી કાર્ય પધ્ધતિનો વિરોધ વંટોળ બનીને પોલીસ માટે મુશ્કેલી બને તે પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દંડ કરવાના ઉદેશ સાથે નહી પણ વાહન ચેકીંગ કરી વાહનમાં હથિયાર અને પ્રતિંબંધીત વસ્તુની હેરાફેરી અટકાવવાની મુખ્ય કામગીરી સાઇડ લાઇન બની ગઇ છે.

રાજકોટમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની છે અને વાહન ચાલકને સરળતાથી પસાર થવું કઠીન નહી પણ સાત કોઠા વિંધવા જેવી સ્થિતી બની છે. આવી સ્થિતીનું કાયમી અને વ્યવહારીક નિરાકણ લાવવાના બદલે વાહન ચાલક રીઢો ગુનેગાર છે અને તેની પાસેથી કંઇ રીતે દંડ વસુલ કરવો તે માટે પોલીસ યુક્તિ-પ્રયુક્તિ કરી વાહન ચાલકને ન છોડવો અને પોતાની ઝાળમાં શિકાર આવ્યો હોય તે રીતે તેની પાસેથી ગમે તે કારણોસર દંડ વસુલ કરીને જ જવા દેવો તે પોલીસનો એક જ મુદાનો કાર્યક્રમ બની ગયો છે.Traffice Police

પ્રજા માટે પોલીસ ‘મે આઇ હેલ્પ યુ’ શબ્દ લખવામાં આવે છે પણ તેનો પોલીસ કયારે ખરા અર્થમાં સાર્થક કરશે તે તો રામ જાણે, અત્યારે તો પોલીસ માટે વાહન ચાલકો રીઢા ગુનેગાર બની ગયા છે. નિર્દોષ વાહન ચાલકને મન પડે તે રીતે દંડીત કરી પોલીસ મદદ‚પ થવાના બદલે મુશ્કેલીરૂપ બન્યા છે.

ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ટ્રાફિક વોર્ડનની ભરતી કરવામાં આવી છે. ટ્રાફિક વોર્ડન પોલીસને મદદ‚પ બનવાના બદલે પોલીસ માટે અનેક સમસ્યાઓ ઉભી કરી પોલીસને મુશ્કેલી‚પ બન્યા છે. કોઇ પણ પ્રકારની તાલિમ વિનાજ ટ્રાફિક નિયમ કરાવવા ચોકે ચોકે ઉભા રહેલા વોર્ડનનને ટ્રાફિક જામ થાય ત્યારે કંઇ રીતે કાર્યવાહી કરવી તે અંગેની કોઇ જાતની માહિતી ટ્રાફિક વોર્ડન ધરાવતા નથી અને ટ્રાફિક વોર્ડન પોતાના મોબાઇલમાં જ વ્યસ્ત બની ટ્રાફિક સમસ્યાનું જે થવું હોય તે થાય પોતાનો મંથલી મહેનતાણું મેળવવા અને કંઇ રીતે ઉઘરાણું કરવું તેમાં જ વ્યસ્ત બનેલા રહે છે.

ટ્રાફિક વોર્ડનને ટ્રાફિક પોલીસની સહાય કરવા સિવાય કોઇ કાર્યવાહી કે કામગીરી કરવાની ન હોવા છતાં પોતાને દોઢ ફોજદાર બની વાહન ચાલકોને અટકાવી દંડની પાવતી પકડાવતા હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક વોર્ડન સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરતા ટ્રાફિક વોર્ડન વાહન ચાલક પાસેથી દંડ લેવાનું પ્રમાણ ઓછુ થયું છે. પણ સાવ બંધ ન થયું કહી શકાય ઉચ્ચ પોલીસ અધિકારીઓ વાહન ચાલક પાસેથી દંડ વસુલ કરી ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા ઇચ્છી રહ્યા છે તે રીતે પોલીસમાં રહેલી કેટલીક બદી સામે પણ કાર્યવાહી કરી પોલીસબેડામાં સાફસુફી કરવાનો સમય આવી ગયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ટ્રાફિક વોર્ડનની જેમ ટોઇંગ વાહનમાં ફરજ બજાતા સ્ટાફ પણ જડતાથી કાર્યવાહી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરાયેલા વાહન ટોઇંગ કરવાની કામગીરી આવશ્યક છે. પણ વાહનને નુકસાન કરવાની ટોઇંગના સ્ટાફને કોઇ સતા આપવામાં આવી નથી તેમ છતાં જડતાથી કાર્યવાહી કરી સમાન્ય વર્ગના વાહનને નુકસાન થાય તે રીતે ટોઇંગ કરવામાં આવતું હોવાનું સુત્રો કહી રહ્યા છે.

ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પ્રકારની ઝુંબેશ હાથ ધરી વાહન ચાલકને કંઇ રીતે ફસાવી તેને લૂંટી લેવો તે પ્રકારે કાર્યવાહી કરી રહ્યા છે. જેના કારણે પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળ ભર્યા વ્યવહારમાં વધુને વધુ અંતરાય બની ગયું છે. ટ્રાફિક નિયમનની જાગૃતિ માટે દર વર્ષે જાન્યુઆરી માસમાં ઉજવાતા ટ્રાફિક સપ્તાહ દરમિયાન યોગ્ય રીતે પાલન કરી વાહન ચાલકને દંડ નહી પણ સમજ આપવાની કામગીરી ટ્રાફિક પોલીસ કરી રહી છે.

વાહન ચેકીંગ માટે ટ્રાફિક પોલીસની સાથે દરેક પોલીસ મથકનો સ્ટાફ જોડાતો હોય છે. તે જ‚રી છે પણ માત્ર દંડ વસુલ કરવાનો જ ઉદેશ ન હોવો જોઇએ વાહનમાં દા‚ કે ઘાતક હથિયાર અંગેનું ચેકીંગ કરી ગુનો બનતો અટકાવવાની પણ પોલીસની જવાબદારી રહી છે પણ તે અંગે પોલીસ દ્વારા કાર્યવાહી પોલીસ દ્વારા ન કરી વાહન ચાલક પાસેથી કંઇ રીતે દંડ વસુલ કરવો તે અંગેની જ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આથી રાજકોટમાં ટ્રાફિકનો કાયદો લોકોની સુખાકારી માટે નહી પણ દુ:ખાકારી બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.