Abtak Media Google News

પરાબજાર રાજકોટ જનરલ મરચન્ટ એસો. દ્વારા આયોજન: મહાનુભાવો રાષ્ટ્રની વાસ્તવિક પરિસ્થિતિ વિષે પોતાના મંતવ્યો રજૂ કર્યો: હોદેદારોઅબતકના આંગણે

પરાબજાર રાજકોટ જનલ મર્ચન્ટ એસો.ના ઉપપ્રમુખ કાનાભાઇ આહીરના પ્રમુખ સ્થાને અને પ્રાંસલાના સ્વામી ધર્મબંધુજીની અઘ્યક્ષતામાં તાજેતરમાં કાશ્મીરમાં પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં આપણા ૪૪ થી વધુ સૈનિકો શહીર થયા છે. વીર શહીદોને શ્રઘ્ઘંજલી આપવા માટે કાલે ઢેબરભાઇ ચોક ખાતે સાંજના ૬ થી ૧૦ વાગ્યા સુધી જાહેર સભા અને દેશભકિત ગીતોનું આયોજન રાખેલ છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સભા અઘ્યક્ષ સ્થાને પ્રાંસલાના પ્રખર દેશભકત ક્રાંતિકારી સ્વામી ધર્મબંધુજી હાજરી આપશે.

Advertisement

આ સાથે અન્ય મહાનુભાવોમાં ચંપારણ્ય હવેલીના ગૌસ્વામી મધુસુદનશાસ્ત્રીજી,સ્વામીનારાયણસંપ્રદાયના સ્વામી ભકિતપ્રસાદ સ્વામી, મેંદરડા રાજકોટ સુપ્રસિઘ્ધ બાલાજી હનુમાનજી મંદીરના સ્વામી વિવેકાસાગરજી હેલ્મેટ વાળા અશોકભાઇ પટેલ, તથા પ્રખર ક્રાંતિકારી લોક-સેવક કાનાભાઇ આહીર દરેક મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં કાશ્મીરની સમસ્યાનું માર્ગદર્શન પ્રાંસલાના પ્રખર દેશભકત ક્રાંતિકારી સ્વામી ધર્મબંધુજી આપશે.આ સાથે રાજકોટ નામાંકિત કલાકારો દ્વારા સંગીતમય દેશભકિત ગીતોનું આયોજન કરેલ છે.

આ સમગ્ર ઓરકેસ્ટ્રાનું સંચાલન મહેશ જોશી કરશે. આર્ટીસ્ટમાં શૈકૂદીન ત્રિવેદી, દુષ્યંત આશર, નિશાબેન બારોટ, દક્ષાબેન પટેલ, અનુબેન ઠાકર, વગેરે ગાયકો તથા રીધમમાં મેલોડીમાં કીબોર્ડમાં ઇમ્તિયાઝભાઇ સૈયદ, સેકસોફોનમાં ખાન સાહેબ, તબલા ઢોલમાં અબ્દુલ મીર, ઢોલકમાં ફજલ ઉસ્તાદ, કોન્ગોમાં સમીર બાબલા, ઓકટોપેડમાં કલ્પેશભાઇ કાચા અને સાઉન્ડમાં સમીરભાઇ વગેરે કલાકારો સેવા આપશે.

આ સાથે આ કાર્યકમમાં હાજર રહેલ મહાનુભાવો ઉ૫સ્થિત લોકોને રાષ્ટ્રની વાસ્તવિક પરિસ્થિતિ અને રાષ્ટ્રીય એકતા વિષે પોતાના મંતવ્યો રજુ કરશે અને લોકોને રાષ્ટ્ર ભકિતને જાગૃત કરશે. સર્વે દેશપ્રેમી જનતાને પધારવા આયોજકોએ અનુરોધ કયો છ. દેશભકિત કાર્યક્રમને સફળ બનાવવા હોદેદારો અબતક ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.