Abtak Media Google News

પૂ.સંત-સતીજીઓનું સાનિધ્ય: જાપ-નાટિકાનું આયોજન

તપસમ્રાટ તપસ્વી ગુરુદેવ પ.પૂ.રતિલાલજી મ.સા.ની ૨૦મી વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે ગાદીપતિ પ.પૂ.ગિરીશમુનિ મ.સા.ના સુશિષ્ય આત્મદિવાકર પૂ.સુશાંતમુનિ મ.સા., ૩૪-૩૪ સંયમી આત્માઓને દીક્ષાના દાન આપનાર દીક્ષાદાનેશ્ર્વરી પૂ.નમ્રમુનિ મ.સા.ની પાવન નિશ્રામાં એવમ વિશાળ પરિવાર ધારક પૂજય લીલમબાઈ મ.ના લઘુભગિની આદર્શ યોગિની પૂજય પ્રભાબાઈ મ. તથા પૂ.ડુંગર દરબારના સર્વે મહાસતીજી વૃંદ તથા બોટાદ સંપ્રદાયના મહાસતીજીની તપસમ્રાટ તીર્થધામ મધ્યે વિશાળ સંખ્યામાં સવિશેષ ઉપસ્થિતિમાં શુક્રવારના ગુરૂ ગુણોત્સવ અનન્ય જપ સાધનાથી ઉજવાશે.

તીર્થધામ સમાધી ખાતે સુંદર નવકારશી બાદ સવારના ૧૦ થી ૧:૩૯ દરમ્યાન ગુરૂ ભગવંત તથા મહાસતીજીના ગુરૂપ્રત્યેના ભાવ, સ્વાગત ગીત-નૃત્ય તથા ખ્યાતી પ્રાપ્ત સ્તવનકાર દ્વારા સ્તવનો તથા શાર્પ ૧.૩૯ મહાપ્રયાણના સમયે પૂ.મહાસતીજી દ્વારા વિવિધ રાગોમાં જાપની આરાધના થશે. સવારે ૬:૩૦ કલાકે ચૌધરી હાઈસ્કૂલથી તપસમ્રાટ તીર્થધામ સુધીના ૭ કિ.મી.ની દર્શન ભાવ પદયાત્રામાં ગુ‚દેવ પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિથી ભાવિકો જોડાશે તેવા પુણ્યવંતા અને ભાગ્યશાળી શ્રાવક ભાઈઓ-બહેનો તથા બાળકો માટે ૯ સુવર્ણની ગીની ધર્મવત્સલા સ્વ.અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર ૯ રજતની લગડી ઋષભ ચંદ્રકાંતભાઈ શેઠ ૯ રુદ્રાક્ષની માળા રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. પ્રેરિત પારસ-પાવન-પરમધામ તરફથી લકકી ડ્રો થશે.

ગુરુભક્તો માટે નવકારશી ગુરૂપ્રસાદના પાસની વ્યવસ્થા અંગે જે ભક્તો બસમાં અથવા પદયાત્રા દ્વારા નથી આવવાના પરંતુ પોતાના વાહનોમાં તીર્થધામ પહોંચવાના છે, તેઓના પાસ તીર્થધામ સમાધીથી શુક્રવાર સવારના ૮ થી ૯:૩૦ સુધીમાં મળી જશે. બસમાં આવનાર ભાવિક ભક્તોએ શુક્રવાર તા.૮ના સવારે ૭ કલાકે પીકઅપ પોઈન્ટ ઉપર આવી જવાનું છે.

રૂટ વાઈઝ બસની વ્યવસ્થામાં દિવાનપરા પોલીસ ચોકી પાસેથી મોટા સંઘ, સંઘાણી સંઘ, અજરામર સંઘ તથા આજુબાજુના વિસ્તારના શ્રાવકો માટે આનંદનગર એમ. ૫૦ સ્કુલ નં.૭૩ પાસેથી આનંદનગરના શ્રાવકો માટે બહેરા મુંગા સ્કૂલ પાસેથી શ્રમજીવી સંઘના શ્રાવકો માટે ભક્તિનગર બસ સ્ટેશન પાસેથી ભક્તિનગર સંઘના શ્રાવકો માટે મકકમ ચોક રીલાયન્સ પંપ પાસેથી જૈન ચાલ સંઘના શ્રાવકો માટે આનંદ બંગલા ચોક પાસેથી ગોંડલ રોડ વેસ્ટ સંઘના શ્રાવકો માટે, મનહર પ્લોટ સંઘ શેઠ પૌષધશાળાથી મનહર પ્લોટ સંઘ તથા રામકૃષ્ણનગર સંઘના શ્રાવકો માટે-હેમુગઢવી હોલ પાસેથી ઈન્દ્રપ્રસ્થ સંઘના શ્રાવકો માટે ઉપાશ્રયની પાછળ ડો.દસ્તુરવાળા રોડથી સરદારનગર સંઘના શ્રાવકો માટે લીમડા ચોક રીલાયન્સ પંપ પાસેથી સદરના શ્રાવકો માટે બસ મળશે.વિશેષ માહિતી તથા બસની જરૂરીયાત માટે ચંદ્રકાન્તભાઈ શેઠ, નટુભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી મો.૯૮૨૫૩૧૭૩૩૩ તેમજ બસની વ્યવસ્થા માટે મયુરભાઈ શાહ મો.૯૩૭૪૧૦૦૦૭૫ અને વિમલભાઈ શેઠ મો.૯૮૨૪૪૮૩૨૪૩નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.