Abtak Media Google News

 

 

ટીવી શો ‘જમાઈ રાજા’ ના એક્ટર રવિ દુબે તાજેતરમાં વાઈફ સરગુન મહેતાનો ૨૯ મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. રવિ દુબે એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ પહોચ્યા હતા. સરગુન મહેતા ટેલીવિઝનની ફેમસ અભિનેત્રી છે. જેણે કલર્સ ટીવીનાં શો ‘ફૂલવા’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ સરગુન ઘણી ટીવી સીરીયલમાં જોવા મળી હતી. એટલું જ નહિ સરગુન મહેતા અંગ્રેજ, લાહોરિયે અને પંજાબી ફિલ્મોમાં પણ જોવા મળી છે.અત્યારે સરગુન મહેતા સાતમાં આસમાન પર છે અને હોય પણ કેમ નહિ. સરગુનની ખુશીનું એક નહિ પરંતુ બે કારણ છે. જી હાં, તાજેતરમાં સરગુનને પંજાબી ફિલ્મ ‘લવ પંજાબ’ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. જો બીજી ખુશીની વાત કરવામાં આવે તો સરગુનના પતિ અને ફેમસ ટીવી એક્ટર રવિ દુબે ખતરો કે ખેલાડી ૮ નાં ફિનાલેમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.