Abtak Media Google News

એક વર્ષ પહેલાં મોટા ભાઇને આપેલા એક લાખ પરત માગતા ભાઇના સસરા અને સાળાઓએ છરીના ઘા ઝીંકી દીધા

ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ આવેલા મયુરનગરમાં એક લાખની ઉઘરાણીના પ્રશ્ર્ને બે ભાઇઓ વચ્ચે થયેલા ઝઘડામાં નાના ભાઇએ પોતાની ભાભી પર પાઇપથી હુમલો કર્યાની જયારે મોટા ભાઇના સસરા અને સાળાએ છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સામસામે હુમલામાં ઘવાયેલી મહિલા સહિત ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મયુરનગરમાં રહેતી કુંદનબેન કિશોરભાઇ ફતેપરા નામની ૩૦ વર્ષની પરિણીતા અને તેના પિતા જંયતીભાઇને પોતાના દિયર મનસુખ ઉર્ફે કિરણ ફતેપરાએ પાઇપથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે મનસુખ ઉર્ફે કિરણ બાબુ ફતેપરા નામના ૩૫ વર્ષના કોળી યુવાન પર પોતાના મોટા ભાઇ કિશોરના સસરા જયંતી, સાળા જયેશ જયંતી અને શૈલેષ જયંતીએ છરીથી હુમલો કર્યાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

એકાદ વર્ષ પહેલાં મનસુખભાઇ ફતેપરાએ પોતાના મોટા ભાઇ કિશોરભાઇને એક લાખ ઉછીના આપ્યા હતા તેની ઉઘરાણી કરતા બંને ભાઇ વચ્ચે બોલાચાલી થતા કિશોરભાઇની પત્ની કુંદનબેને ફોન કરી પોતાના પિતા અને ભાઇને બોલાતા તેઓએ મનસુખભાઇ ફતેપરા પર છરીથી હુમલો કર્યો હતો. જ્યારે મનસુખભાઇએ પોતાની ભાભી કુંદનબેન અને ભાઇના સસરા જયંતીભાઇ પર પાઇપથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.કે.પરમાર સહિતના સ્ટાફે સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.