Abtak Media Google News

ત્રણ વર્ષથી આરટીઓના નિયમનું કરાય છે પાલન: વિદ્યાર્થીઓને અકસ્માતથી રોકવા આવકારદાયક પહેલ

મોરબી પંથકમાં અકસ્માતો ચિંતાજનક હદે વધી ગયા છે અને છાશવારે અકસ્માતમાં નિર્દોષ માનવજિંદગી હોમાઈ રહી છે ત્યારે મોરબીની એક શાળા એવી છે જ્યાં વિદ્યાર્થીઓને શાળાએ બાઈક લઇ જવા પર પ્રતિબંધ છે અને ત્રણ વર્ષથી નિયમનું ચુસ્તપણે પાલન કરાવીને બાળકોને અકસ્માતોથી બચાવવા આવકારદાયક પહેલ કરવામાં આવી રહી છે.

Advertisement

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા વિદ્યાસંકુલ શાળામાં ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને શાળાએ બાઈક લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આ નિયમનું પાલન ચુસ્તપણે કરવામાં આવી રહ્યું છે ધોરણ ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ વયમર્યાદાને પગલે વાહન ચલાવી ના સકે આરટીઓના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ લાયસન્સ વગર વાહન ચલાવી ના સકે નાના બાળકોના વાહન ચલાવવાથી અકસ્માતોનું પ્રમાણ વધે છે સાથે જ વધુ વાહનોથી પ્રદુષણનો પ્રશ્ન પણ સર્જાય છે જેથી શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને સંચાલક હિતેશભાઈ સોરીયાના માર્ગદર્શન હેઠળ શાળાની ટીમ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવા હેતુથી બાળકોને શાળાએ બાઈક લઇ આવવા પર પ્રતિબંધનો નિયમ બનાવાયો છે વિદ્યાર્થીઓ પગપાળા કે સાયકલ લઈને આવી આવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તો ઉમા વિદ્યાસંકુલની પહેલ આવકારદાયક છે જે અન્ય શાળા સંચાલકોને પણ પ્રેરણા પૂરી પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.