Abtak Media Google News

ગુજરાત રાજયમાં ભાજપની સરકારે શાસન સંભાળ્યા બાદ દરેક ક્ષેત્રમાં વિકાસ કરવા પ્રયત્નશીલ રહી છે. ત્યારે શિક્ષણક્ષેત્રમાં આર્થિક અને સામાજીક વર્ગને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય વ્યકિતને પરવડે તેટલી ફીથી ભણવાની તક સાંપડે તે માટે, અન્ય રાજયો કરતા ગુજરાત રાજયની સરકારી શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હોવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સદસ્યોથી વિજયભાઈ ભટાસણા અને વિજયભાઈ દેસાણીએ જણાવ્યું હતું.

૧૯૯૫માં સરકારી એન્જીનીયરીંગ કોલેજોની સંખ્યા પાંચ હતી, ભારતીય જનતા પાર્ટીની સરકારે શાસનધુરા સંભાળતા જ, નવી ૧૨ કોલેજોનો વધારો કરી કુલ ૧૭ કોલેજો કાર્યરત કરાઈ. જેમાં સીટોનો પણ બમણો વધારો કરી એન્જીનિયરીંગ ક્ષેત્રમાં પ્રવેશ સરળ બનાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ સામાન્ય ફીથી પ્રાપ્ત કરી શકે તેવા હેતુથી સરકારી સાયન્સ અને આર્ટસ કોલેજોની નવી ૪૦ સંસ્થાઓ ભાજપ સરકારના શાસનમાં શ‚ કરવામાં આવી છે.

પ્રવર્તમાન સમયમાં અન્ય ૨ બી.એડ.કોલેજો તથા જિલ્લા તાલીમ ભવનમાં નવી ૧૨ સરકારી કોલેજો શ‚ કરવામાં આવી છે. કોંગ્રેસના સમયમાં મેડિકલ અભ્યાસક્રમ માટે માત્ર ૪૦૦ સીટો હતી ભાજપ સરકાર દ્વારા મેડિકલની નવી ૮૦૦૦ સીટો કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જામનગર અને સુરેન્દ્રનગરમાં માત્ર ૨ મેડિકલ કોલેજો હતી. જેના બદલે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા રાજકોટ, ભાવનગર અને જુનાગઢમાં પણ મેડિકલ કોલેજો શ‚ કરવામાં આવી છે અને અમરેલીમાં પણ શ‚ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ છે એમ પણ આ બંને અગ્રણીઓએ ઉમેર્યું હતું.

ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણમાં વ્યવસાયિક અભ્યાસક્રમો માટે તેમજ માધ્યમિક શિક્ષણો માટે પણ સરકારે ફી નિર્ધારણ કરવા માટે ખાસ કાયદો પાસ કરી ફી નિર્ધારણ નકકી કરી કડક કાયદો બનાવ્યો છે. દરેક કોલેજોની સગવડતાઓને ધ્યાનમાં રાખી ફી નકકી કરવામાં આવેલ છે. કોંગ્રેસના આગેવાનો ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, જવાહરભાઈ ચાવડા, અર્જુનભાઈ મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ, કે.એસ.શાસ્ત્રી, સુધીરભાઈ નાણાવટી અને સિદ્ધાર્થ પટેલ પણ શિક્ષણની સ્વનિર્ભર સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેવો દાવો તેમણે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.