કંડલામાં ઈફકોના ડીએપી પ્લાન્ટનું ભૂમિપૂજન: બીએસએફનાં મૂરિગ પ્લેસનું વિવિધ યોજનાનું લોકાર્પણ કર્યું: સાંજે ભૂજ જેલમાં કેદીઓને મળશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજથી બેદિવસ માટે માદરે વતન ગુજરાતનાં પ્રવાસ પર છે આજે સવારે તેઓએ કચ્છની મૂલાકાત લીધી હતી. વિવિધ યોજનાનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવા આવશે. હરામીનાળાની પણ તેઓ મૂલાકાત લેશે. સાંજે અમદાવાદમાં આવશે આવતીકાલે તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત કરશે.
આજે સવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું ગુજરાતમાં આગમન થયું હતુ. કંડલા ખાતે સવારે 10.30 કલાકે ઈફકોના ડીએપી પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યુંહતુ બપોરે 2 વાગ્યે બીએસએસનાં મૂરિગ પ્લેસનું ભૂમિપૂજન કરી વિવિધ યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું હતુ ત્યારબાદ બપોરે 3 વાગ્યે કોટેશ્ર્વર ખાતે હરામીનાળાનું ભ્રમણ કરશે સાંજે છ વાગ્યે ભૂજ જેલમાં કેદીઓસાથે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન 75 સમારોહમાં હાજરી આપશે રાત્રે તેઓ અમદાવાદ આવી જશે.
આવતીકાલે રવિવારે સવારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના સોલામાં ક્રેડાઈ આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થશે. માણસામાં માણસા-બાલવા ફોર લેન રોડનું ખાતમૂહૂર્ત, માણસા સબરજીસ્ટાર કચેરીનું લોકાર્પણ, ચંદ્રાસર ગામે તળાવની મૂલાકાત, માણસામાં બહુચરાજી માતાજીના દર્શન, રાંધેજી-બાલવા ફોર લેન રોડનું ખાતમૂહૂર્ત, શેઠ શ્રી એન.એન. સાર્વજનીક હોસ્પિટલનું ખાતમૂહુર્ત, ગાંધીનગરમાં 150 આંગણવાડીઓમાં સીએસઆર ફંડમાંથી રમત ગમતના સાધનોનું લોકાર્પણ, ગુડાના નવ નિર્મિત બગીચાનું લોકાર્પણ, રેવાબાઈ જનરલ હોસ્પિટલનું આધુનીકરણનું ભૂમિપૂજન, ગુડાના વિવિધ વિકાસ કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે ત્યારબાદ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ટીચર્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
સાંજે તેઓ પ્રદેશ ભાજપના હોદેદારો સાથે પણ બેઠક યોજે તેવી સંભાવના જણાય રહી છે. હાલ ગુજરાતમાં ભાજપનું ઘર સળગી રહ્યું છે. પત્રિકાકાંડ, રાજયભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે અમિત શાહ સમગ્ર ઘટના અંગે ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરશે.