Abtak Media Google News

બે દિવસીય પુસ્તક મેળો અને સાયન્સ ફેર સંપન્ન: વિજ્ઞાન પ્રદર્શનમાં ૩૦૦જેટલી કૃતિઓ રજુ કરાઈ

બાળકોમાં અખૂટ શકિતઓના ભંડારો ભરેલા હોય છે. આવી વિશિષ્ટ શકિતઓને કેળવવાના ભાગ‚પે યુનિવર્સિલ સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.૬ થી ૯ના વિદ્યાર્થીએ દ્વારા ‘કલા વિજ્ઞાન’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કલા વિજ્ઞાનના આયોજનની સાથે સાથે બાળકોમાં વાંચન‚ચિ વધે તેવા હેતુથી પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કલાવિજ્ઞાન મેળામાં આર.કે. યુનિવર્સિટીમાંથી બનાવેલા ૧૨ જેટલા મોડલ જેવા કે હૃદય, ફેફસા સહિતની તૈયાર આઈટમોનો સહકાર મળ્યો હતો.

આ કલા વિજ્ઞાન પ્રદર્શનમાં વનસ્પતિથી તૈયાર કરેલી કૃતિ, ગણિતના કોયડા, માનવ શરીરના કામ કરતા અંગોની કૃતિ, પર્યાવરણને લઈને સંદેશ, પાણી શુદ્ધિકરણની કૃતિ, ટ્રાફિક સમસ્યાની કૃતિ, વિટામીનની જાણકારીની કૃતિ, ઘર સુશોભન કૃતિ, પુસ્તક મેળો, સંસ્કૃત ઝોન, વેસ્ટમાંથી બેસ્ટ, ગણિત, સામાજીક તથા ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ, ગુજરાતી, હિન્દી, ઈગ્લીશ તેમજ સંસ્કૃત ભાષાઓનું પ્રદર્શન, કવીઝ, કોયડા સહિતની ૩૦૦ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. કલા વિજ્ઞાનનું ઉદઘાટન ઉ.ગુ.યુનિ.પૂર્વ કુલપતિ ડો.નિદત બારોટ અને અજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જયાબેન ડાંગર અને શૈલેષભાઈ ડાંગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ‘અબતક’ મીડિયાની ટીમને માહિતી આપતા યુનિવર્સલ સ્કૂલના ડાયરેકટર સ્કૂલ આયોજીન વિજ્ઞાન અને કલાની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લગભગ ૩૦૦ જેટલી કલાકૃતિઓ રજુ કરવામાં આવી છે. આ વિજ્ઞાન કલાનો અમારો મેન હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરીક શકિત ખીલવવાનું છે. વિદ્યાર્થીઓનો આ કલા વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ છે. તે જોઈને અમને આનંદ થાય છે. આ કાર્યમાં અમને આર.કે.યુનિવર્સિટી અને ઉર્જામિત્ર બસનો પણ અમને સહયોગ મળ્યો છે.

શાળામાં અભ્યાસ કરતી રીદ્ધિબા રાઠોડે જણાવ્યું હતું કે, મેં ઢીંગલી ધુવડ અને ગાડી સહિતની આઈટમો બનાવી છે. જેમાં કોબીમાંથી ઢીંગલી, પાઈનેપલમાંથી ધુવડ અને કાકડીમાંથી ગાડી બનાવવામાં આવી છે. આ આઈડિયા અમારા કિંજલ

મેડમે આપ્યો હતો. શાળાની વિદ્યાર્થીની લાડવા ખ્યાતિએ જણાવ્યું હતું કે, અમે ફિલ્ટર્સ પ્લાન્ટ તૈયાર કર્યો છે. કોઈપણ વસ્તુને ફિલ્ટર કરવા માટેનો પ્લાન્ટ અમે બનાવ્યો છે.

શાળામાં વિદ્યાર્થી યશ પોકરે પ્રોજેકટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નદીના પાણીમાં ધારો કે નકામી વનસ્પતિએ નદીનું ૫% પાણી પી જતા હોય છે. તેને આ મશીન કાપીને લઈ લે છે. તેથી આપણે નદીનું પાણી બચાવી શકીએ. આ મશીન આપણે તળાવ, ડેમ કે કેનાલમાં મુકિતે પાણીની બચત કરી શકીએ છીએ. વિદ્યાર્થીની વાલી અનિતાબેન પિત્રોડાએ જણાવ્યું હતું કે, મારી બેબી ધો.૬માં અભ્યાસ કરે છે અને એને બબલ મશીન બનાવ્યું છે અને તેની નકુમ પ્રિયા તેની સાથે છે આને આ બંને છોકરીએ ખૂબ સારી કલા બતાવી છે અહીં શિક્ષકો પણ ખૂબ જ સારો સહકાર આપે છે.

કર્તવ્ય સુરાણીએ જણાવ્યું હતું કે, આજના વિજ્ઞાન મેળામાં મનુષ્યનું ધડકતું હૃદયએ મારો પ્રોજેકટ છે. આ પ્રોજેકટ બનાવવામાં અમે ઓછામાં ઓછા દોઢ મહિના જેટલી મદદ કરી છે અને આ પ્રોજેકટમાં ઝલક લાઠીયાએ મને ખૂબ જ મદદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.