Abtak Media Google News

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજિત

દીકરીઓ અને પરિવારજનો સહિત સમગ્ર ટીમમાં હર્ષોલ્લાસ અને થનગનાટનું વાતાવરણ: આજે રાત્રે ૮ વાગ્યે અશ્વિન જોશીનો દીકરા વિશેનો ખાસ કાર્યકમ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર નું સેવા જગત જે સેવા પ્રકલ્પ ની અનેકો અનેક કલ્પનાઓ સાથે લાંબા સમય થી આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તેવા દીકરાનું ઘર – વૃદ્ધાશ્રમ ઢોલરા આયોજિત માતા પિતા અથવા પિતાની છત્ર છાયા ગુમાવી દીધેલી ૨૨ દીકરીઓ નો લગ્નોત્સવ વ્હાલુડી ના વિવાહ નો દુંદાળા દેવ પ્રથમ પૂજનીય ગણપતિજી ની સ્થાપના , મંડપ મુહૂર્ત તથા મહેંદી રસમ ના જાજરમાન કાર્યક્રમ ની સાથે કાલાવડ રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટ માં આજરોજ શહેર ના શ્રેષ્ઠીઓ સહિત મોટી સખ્યાં માં ઉપસ્થિત મહેમાનો ની હાજરી માં રંગેચંગે શુભ મંગલ પ્રારંભ થયો..

Rc9A4534

વ્હાલુડી ના વિવાહ ના આજના શુભ મંગલ પ્રસંગો અંગે માહિતી આપતા દીકરાનું ઘર ના મુકેશભાઈ દોશી , અનુપમ દોશી, સુનિલભાઈ વોરા , નલિનભાઈ તન્ના ,કિરીટભાઈ પટેલ, રાકેશ ભાલાલા અને હસમુખભાઇ રાચ્છ એ જણાવ્યું હતું કે,… દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ના વડીલ માવતરો સહિત સમગ્ર ટીમ માટે આજે પોતાની દીકરીના લગ્ન હોય તેવો આનંદ જોવા મળી રહ્યો છે.ટિમ ના દરેક સભ્ય તેને સોંપવામાં આવેલી અથવા ન સોપાયેલી પણ જરૂરી એવી તમામ કામગીરી હોંશે હોંશે કરી રહ્યા છે.લગ્નોત્સવ ના મુખ્ય આચાર્ય કમલેશ શાસ્ત્રી ની ટિમ દ્વારા હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રથમ પુજનીય એવા ભગવાન શ્રી ગણેશ મહારાજ ની પૂજા અને સ્થાપના સાથે વ્હાલુડી ના વિવાહ લગ્નોત્સવનો શુભ મંગલ પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ ૨૨ દિકરીઓ ના પરિવારજનો અને વિશેષ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિત માં મંડપ મુહૂર્તની વેદોપચાર અને મંત્રોક્ત ઉચ્ચારણો સાથેની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી.

Rc9A4602

આજના સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા પ્રતાપભાઈ પટેલ , હરેશભાઈ પરસાણા,કિરીટભાઈ પટેલ, ના નેતૃત્વ નીચે કરવામાં આવી. જેમાં ડો.ભાવના બહેન મેહતા , નિશા મારુ , ચેતના પટેલ , કાશ્મીરા દોશી , પ્રીતિ વોરા , પ્રીતિ તન્ના , વર્ષા બહેન આદ્રોજા , ગીતબેન પટેલ , રાધીબેન જીવાની , રૂપા વોરા , ફાલ્ગુનીબેન કલ્યાણી , અલ્કા પારેખ , જયશ્રીબેન મોદી , અંજુબેન સુતરિયા , કલ્પનાબેન દોશી , સ્વાતિબેન જોશી , કલાબેન પારેખ, કિરણ બેન વડગામ , સંધ્યા બેન મોદી સહિતના બહેનોએ મહેંદી રસમ ની વ્યવસ્થા સાંભળી હતી. વ્હાલુડી ના વિવાહ ના આજના શુભ મંગલ પ્રસંગો નું દીપ પ્રાગટ્ય મૌલેશ ભાઈ ઉકાણી , વલ્લભભાઈ સતાણી  , મનીષભાઈ મદેકા , સુરેશભાઈ બેનાણી ,  કિરીટભાઈ આદ્રોજા , ખોડુભા જાડેજા , ભુપતભાઈ બોદર, હરીશભાઈ લાખાણિ, વિરુભાઈ રોકડ ,હેમલભાઈ મોદી , સુનિલભાઈ મેહતા, દર્શનભાઈ  પારેખ સહિતના એ કર્યું હતું. આજના આ પ્રસંગમાં શહેરના વિવિધ સેવા,શિક્ષણ, ઉદ્યોગ,વ્યાપારી અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો, અગ્રણીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી સર્વ દીકરીઓને સુખી દામ્પત્ય જીવનના આશિષ પાઠવ્યા હતા.

મહેંદી રસમ ના કાર્યક્રમ અંગે માહિતી આપતા વ્હાલુડી ના વિવાહ ટીમના ઉપેનભાઈ મોદી , પ્રતાપ ભાઈ પટેલ કિરીટભાઈ આદ્રોજા અને કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઇપણ લગ્ન પ્રસંગ માં ક્ધયા માટે મહેંદી મુકાવવાનો પ્રસંગ એ ખૂબ જ મહત્વનો પ્રસંગ બની ગયો છે . ત્યારે દીકરાનું ઘર આયોજિત આ લગ્નોત્સવ માં પણ બાવીસે બાવીસ દીકરીઓને મહેંદી મુકાવવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. દરેક વ્હાલુડી દીકરીઓના જીવનમાં તેમના લગ્નોત્સવ ના દરેક પ્રસંગની સાથોસાથ મહેંદી રસમ અને સંગીતનો પ્રસંગ યાદગાર બની રહે તેવો નમ્ર પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. બ્યુટીપાર્લર ની ટ્રેઇન્ડ બહેનોની ટિમ દ્વારા દરેક દીકરીઓ અને તેમના પરિવાર ની બહેનો ને પણ મહેંદી મૂકી દેવામાં આવી હતી. સાથોસાથ આ લગ્નોત્સવ ની મહિલા ટીમની બહેનો એ પણ મહેંદી મુકાવી પ્રસંગ માં આનંદ ઉલ્લાસનો વધારો કર્યો હતો. મહેંદી રસમ ના આ પ્રસંગે સંસ્થા પરિવારના સભ્યો , મહિલા ટિમ તથા આમંત્રિત મહેમાનોએ લગ્નગીતો ની રમઝટ અને ગીત સંગીતની સુરાવલીઓ સાથે દીકરીઓ અને તેમના પરિવારજનો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી પ્રસંગને આનંદથી માણ્યો હતો.

વ્હાલુડી ના વિવાહ લગ્નોત્સવ અંતર્ગત આજરોજ તા. ૨૯ ના રાત્રે ૯ કલાકે ગુજરાત ના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ગાયક કે જેઓએ માં – બાપ અને દીકરી વિશે દેશ – વિદેશ માં અનેક સ્ટેજ શો ના માધ્યમ થી બાપ-દીકરી , દીકરીની વિદાય , વસમી વિદાય ની વેળા એ , કાળજા કેરો કટકો અને બાપ દીકરીના લાગણી ભીના સંબંધો ઉપર સુમધુર સંગીતે મઢયા પ્રસંગો અને ગીતો રજૂ કરી લોક ચાહના મેળવી છે. તેવા મોટા ગજાના કલાકર અશ્વિન જોશી નો લાગણી સભર કાર્યક્રમ “કાળજું ધોવાનો અવસર” નું આયોજન રાજકોટ ના કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ઇઅઙજ ના પ્રમુખ સ્વામી હોલ માં રાખવામાં આવ્યું છે. જેમના ભાગ્ય માં દીકરીના પિતા બનવાનું સોભાગ્ય મળ્યું છે તેમજ જેમના ભાગ્યમાં ભગવાને દીકરી રૂપી અણમોલ રતનની ભેટ આપી નથી. એવા માતા પિતા સહિત સમગ્ર કુટુંબ વત્સલ લાગણીભીના વ્યક્તિઓ જાણવા અને માણવા જેવા દીકરી વ્હાલનો દરિયો સ્વરૂપ ના આ કાર્યક્રમ માં પધારવા અને દીકરીની પ્રેમ ભીની લાગણી માં ભીંજાવવા સંસ્થા દ્રારા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ પ્રસંગ ની શોભા વધારવા માટે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા ખાસ ઉપસ્થિત રહી સર્વે દીકરીઓને આર્શીવચનો પાઠવાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.