Abtak Media Google News

સાર્વત્રીક વરસાદ વચ્ચે શાકભાજીના ભાવમાં આવેલો ઉછાળો ગૃહિણીઓના બજેટ ખોરવી રહ્યો છે. ઉપરથી આવક ન હોવાના કારણે રોજિંદા ઉપયોગમાં આવતા શાકના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ટમેટા-૮૦ રૂ. કિલો, મરચા-૭૦ રૂ. કિલો, કાકડી-૬૦ રૂ. કિલો, ભીડો-૬૦ રૂ. કિલો, ગુવાર-૬૦ રૂ. કિલો, બટેટા-૩૫ રૂ. કિલો, દૂધી-૪૦ રૂ. કિલો, સરગવો-૧૦૦ રૂ. કિલોએ વેચાય રહ્યાં છે. એક સમયે બજારમાં નજીવી કિંમતે વેંચાતા શાકભાજીનો ભાવ આસમાને પહોંચી જતાં ખેડૂતોને પરેશાની થઈ હતી. હવે આ ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસો પરેશાન થઈ રહ્યાં છે. (તસવીર: શૈલેષ વાડોલીયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.