Abtak Media Google News

‘ફક્ત ૪૦ મતદારો વચ્ચે એક મતદાન મથક’  આ વાંચતાં જ અચરજ થવી સ્વાભાવિક છે પરંતુ તે હકીકત પણ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાશે ત્યારે ઓખાથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલા આજાદ ટાપુમાં ફક્ત ૪૦ મતદારો મતદાન કરવાના છે, જેમાં ૨૧ પુરુષ અને ૧૯ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ટાપુમાં વીજળીની પણ વ્યવસ્થા નહીં હોવાથી ચૂંટણી પંચને બેટરી સંચાલિત ઇવીએમ લગાવવા પડશે. આજાદ ટાપુમાં વીજળી-પાણી-પાકા મકાનની સુવિધા નથી બેટરી સંચાલિત EVMથી મતદાન કરાશે

Advertisement

આજાદ ટાપુના રહીશોએ અગાઉ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી અને તે જ વર્ષે મે મહિનામાં યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકાની જિલ્લા તરીકે સ્થાપના કરવામાં આવી ત્યારે તેમાં આજાદ ટાપુનો સમાવેશ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.