Abtak Media Google News

જીટીયુ દ્વારા આયોજીત યુવક મહોત્સવ ક્ષિતિજ-૨૦૧૯ માં વી.વી.પી.ના વિઘાર્થીઓનું શ્રેષ્ઠત્તમ પ્રદર્શન: કુલ ૨૮ ટ્રોફી હાંસલ કરી

જીટીયુ દ્વારા આયોજીત ક્ષિતિય ૨૦૧૯ રાજકોટની ગર્વમેન્ટ એન્જીનીયરીં૦ગ કોલેજ ખાત સફળ આયોજન થયું આ ઉદધાટન કાર્યક્રમમાં જીટીયુના કુલપતિ ડો. નવીનભાઇ શેઠ, સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, ઉપ કુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, સ્પોર્ટસ ડિરેકટર જીટીયુ ડો. આકાશભાઇ ગોહેલ તેમજ તમામ એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં મ્યુઝીક, ફાઇન આર્ટસ, લીટટેચર ડાન્સ અને થિયેટરની કુલ ૩૩ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ આ પૈકી પચ્ચીસ સ્પર્ધામાં વીવીપીના વિઘાર્થીઓએ પ્રથમ, દ્વિતીય સ્થાન હાંસલ કરેલ છે.

Advertisement

આ સ્પર્ધામાં સંસ્થા તરફથી પ્રો. અમિત પાઠક તથા પ્રો. હાર્દિક પંડયાએ પ્રતિનિધિત્વ કરેલ હતું. આ વિઘાર્થીઓની જવલંત સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષદભાઇ મણીઆર, પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.