Abtak Media Google News

રોષે ભરાયેલા સ્થાનિકોએ પાલિકા કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી : તંત્રએ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયસન્સનગર વિસ્તારમાં ભરઉનાળે છેલ્લા ૫ દિવસથી પાણી આવતું ન હોવાથી સ્થાનિકો ત્રસ્ત થયા છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ નગરપાલિકા કચેરીએ પાણી પ્રશ્ને મોરચો માંડીને ઉગ્ર રજુઆત કરી હતી. બાદમાં પાલિકા તંત્રએ આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયસન્સનગરના સામાજિક લાર્યકાર અબ્દુલભાઇ બુખારીની આગેવાની હેઠળ સ્થાનિકો તેમના વિસ્તારના પાણી પ્રશ્નને લઈને પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પાલિકા તંત્રને લેખિતમાં રજુઆત કરીને જણાવ્યું હતું કે છેલ્લા ૫ થી ૬ દિવસથી લાયસન્સનગરમાં પાણી આવતું નથી. આથી હાલની કાળઝાળ ગરમીમાં રહીશોને પાણી મેળવવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

1500183848128આ વિસ્તારમાં એક બેડા પાણી માટે રીતસર વલખાં મારવા પડી રહ્યા છે. હાલ પવિત્ર પરસોતમ માસ અને રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રહીશો પાણીની અછતના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે આસપાસના વિસ્તારોમાં પાણી આવે છે. પરંતુ લાયસન્સનગરમાં જ છેલ્લા ૫થી ૬ દિવસથી પાણી આવતું નથી.

લાયસન્સનગરના રહીશોએ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવાની ઉગ્ર માંગ ઉઠાવતા પાલિકા તંત્રએ આ મામલે યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.