Abtak Media Google News

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અથાગ પ્રયત્નોથી રાજકોટ-મુંબઇ માટેની હમસફર એકસપ્રેસ નામે ચોથી ટ્રેઇન તા. ૪-૩ થી શરુ કરી દેવામાં આવેલ છે. રાજકોટ ચેમ્બર દ્વારા ઉઘોગ પ્રતિનિધિઓ તથા પ્રજાજનો અવાર નવાર મુંબઇ જતા હોય ત્યારે રાજકોટ-મુંબઇ વચ્ચે મુસાફરોનો ટ્રાફીક વધુ પ્રમાણમાં રહેતો હોવાથી તે માટે વધુ એક ટ્રેઇનની સુવિધા શરુ કરવા રેલવે મંત્રાલયને રજુઆતો કરવામાં આવેલ તેના ફળ સ્વરુપે રાજકોટ ચેમ્બરની માંગણીને ઘ્યાનમાં લઇ હમસફર એકસપ્રેસ તાત્કાલીક શરી કરી દેવામાં આવેલ છે.

આ ટ્રેઇનને બોરીવલી સ્ટેશને સ્ટોપ આપવાામાં આવેલ છે. આમ આ ટ્રેઇન શરુ થવાથી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને મુશ્કેલી ભોગવવી નહી પડે. આ હમસફર એકસપ્રેસ ટ્રેઇનને આવકારવા માટે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ તથા પાર્થભાઇ ગણાત્રા, નૌતમભાઇ બારસીયા ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.