Abtak Media Google News

બોલીવૂડની લાડીએ લંડનથી મંગાવી ઈમ્પોટેડ કાર

બોલીવૂડ અભિનેત્રી આલીયા ભટ્ટે રૂ.૨ કરોડની લકઝરી કાર ખરીદી છે. બોલીવૂડની લાડીએ લંડનથી ઈમ્પોટેડ કાર મંગાવી છે. અત્યારે તેની પાસે ઓસ્ટ્રેલીયન કંપનીની ઓડિ કયુ-૫ કાર છે. જે રણવીરસિંગ અને અનુષ્કા શર્મા પાસે પણ છે.

આલીયાએ લેન્ડ રોવર કારની એસયુવી મોડેલની બ્રિટનથી આયાત કરી છે. આ કાર અત્યારે આલીયા ભટ્ટ સીવાય મલાઈકા અરોરા પાસે છે. આલીયા ભટ્ટની ૨૦૧૬માં આવેલી ફિલ્મો કપુર એન્ડ સન્સ, ઉડતા પંજાબ અને ડિયર જીંદગીને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ત્યારબાદ તેને ઉડતા પંજાબ અને ડિયર જીંદગી માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. કપુર એન્ડ સન્સ માટે તેને બેસ્ટ સપોર્ટીંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ સીવાય તેની આગામી ફિલ્મોમાં સડક-૨ તેમજ રાઝી વિગેરે સામેલ છે. આ સીવાય તે કરણ જોહરની ફિલ્મ પણ કરી રહી છે. જેમાં તેનો હિરો ફરી એકવાર વરૂણ ધવન છે.

વરૂણ અને આલીયાની જોડી અત્યારે બોલીવૂડમાં સુપરહિટ છે. તેમની ફિલ્મો હમ્પ્ટી શર્માકી દુલ્હનીયા, સ્ટુડન્ટ ઓફ ધ યર, બદ્રીનાથ કી દુલ્હનીયા વિગેરે સુપરહિટ સાબીત થઈ છે. હવે આલીયા ભટ્ટ મેઘના ગુલજારની ફિલ્મો રાઝીમાં એક પાકિસ્તાની આર્મી કેપ્ટનની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ માટે તેમને ખુબજ આશા છે તેને રાષ્ટ્રીય એવોર્ડ જીતવો છે. તે હંમેશા તેના પિતા મહેશ ભટ્ટની સલાહ લઈને પછી જ ફિલ્મો સાઈન કરે છે. જો કે, મહેશ કહે છે કે, હું કદી તેના કામમાં દખલ દેતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.