Abtak Media Google News

હવે ડેસ્કટોપ એઝ એ સર્વિસનો જમાનો છે

પોતાનું હાર્ડવેર વસાવવાની જરૂર નહિ, લો મેન્ટેનન્સ, ડેટાની સુરક્ષા અને કામમાં ઝડપ

કોરોનાના કાળા કેરને કારણે જીવનના તમામ પાસાઓને ભારે અસર પડી છે. પરતું જો સ્મોલ એન્ડ મીડીયમ સ્કેલ બીઝનેસ સેગ્મેન્ટની વાત કરીએ તો એક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જે છે ડેસ્કટોપ એઝ એ સર્વિસ ના વધતા જતા ઉપયોગની ઘટના. આ સર્વિસને ટૂંકમાં દાસ કહેવાય છે. આ એક વર્ચ્યુઅલ કલાઉડ કોમ્પ્યુટીંગ સીસ્ટમ છે જેમાં કંપનીએ પોતાનું સર્વર તેમજ ખર્ચાળ હાર્ડવેર વસાવવાની જરૂર રહેતી નથી.

એક સર્વે મુજબ 2020ની સાલમાં દેશના 74 ટકા સ્મોલ એન્ડ મીડીયમ સ્કેલ બીઝનેસ એવું આયોજન કરી રહ્યા છે કે આગામી દિવસોમાં પોતાના કર્મચારીઓ પાસેથી વોર્ક ફ્રોમ હોમ કરાવશે. જે માટે દાસથી વધુ સારો કોઈ વિકલ્પ નથી.

દાસના ઉપયોગથી હાર્ડવેર જાળવણીની ચિંતા ટળી

કેપીએમજી ઇન્ડિયાના પાર્ટનર અખિલેશ ટૂટેજા કહે છે કે, દાસના ઉપયોગનો બીજો લાભ એ છે કે કંપનીને પોતાના હાર્ડવેરના મેન્તેનંસની ચિંતા કરાવી નથી પડતી. આ કરવા પાછળ કંપનીને નિષ્ણાતોની ટીમ રાખવી પડતી હોય છે જેની જરૂર દાસની સર્વિસ લેવાથી નથી પડતી. મતલબ કે કંપનીને ખુબજ ઓછા મેન્તેનંસ ખર્ચમાં કામ નીકળી જાય છે.

દાસ દ્વારા ડેટાની સુરક્ષા માટે અત્યાધુનિક વ્યવસ્થા

કંપનીઓ માટે પોતાના ડેટાની સુરક્ષા ખુબજ મોટો અને મહત્વનો મુદ્દો હોય છે. આ એક મોટું કારણ છે કે કંપનીઓ પોતાનું સર્વર વસાવવામાં અને પોતાનું ડેટા સેન્ટર ઉભું કરવામાં મસમોટો ખર્ચો અને રોકાણ કરતી હોય છે. અખિલેશ ટૂટેજાનું કહેવું છે કે, દાસની સેવા લેવાથી થી કંપનીઓને પોતાના ડેટા ની સુરક્ષાની ચિંતા કરવી નહિ પડે  કારણકે દાસ દ્વારા ડેટા ની સુરક્ષા માટે અત્યાધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે સોફ્ટવેરનું સેન્ટ્રલાઇઝદ મેનેજમેન્ટ કરે છે.

દાસની સેવા લેવામાં કંપનીઓ હજુ પણ કેમ અચકાય છે?

ખબરી પ્લેટફોર્મના સીટીઓ અંકિત રોયનું કહેવું છે કે દાસથી મળતા અનેક લાભાલાભ છતાં પરંપરાગત દ્રષ્ટિકોણથી વિચારતી નાની કંપનીઓ હજુ પણ એની સેવાનો લાભ લેતા અચકાય છે. જયારે દેશના 2-3 ટાયર શહેરોમાં 5જી ની સ્પીડથી ઈન્ટરનેટ સેવા મળતી થઇ જશે ત્યારે દાસની સર્વિસનો લાભ વધુ સારી રીતે લઇ શકાશે. કંપનીઓને સૌથી મોટી ચિંતા પોતાના ડેટા ની છે. દાસ ડેટા સુરક્ષાની ખાતરી આપતી હોવા છતાં તેમાં હજુ તેમાં વિશ્વાસ બેસતો નથી.

દાસના ઉપયોગથી કંપનીઓના રોકાણ અને ખર્ચમાં મોટી બચત 

ઓરીસર્વ કંપનીના સીટીઓ અનુરાગ જૈનના કહેવા મુજબ દાસથી મળતો સૌથી મોટો ફાયદો એ છે કે નાની કંપનીઓનું પ્રારંભિક રોકાણ ઘણું ઘટી જાય છે. જયારે કંપનીઓ શરુ થતી હોય છે ત્યારે એની પાસે પોતાના સર્વર વસાવવા માટે, પોતાના ડેટા સેન્ટર ઉભા કરવા માટે રૂપિયાની તંગી હોય છે. આવી કંપનીઓ માટે દાસની સેવા ખુબજ લાભદાઈ પુરવાર થાય છે. દાસની સર્વિસ આઉટ ઓફ બોક્સ છે, એમાં એવા ઘણા ટૂલ્સ છે જેના કારણે કાર્યક્ષમતામાં વધારો મેળવી શકાય છે સાથે સાથે અનેક પ્રયોગ કરી શકાય છે. એવા અનેક કાર્યો છે જેને પૂર્ણ કરતા મહિનાઓ લાગે પણ દાસની મદદથી એ કાર્ય દિવસોમાં પૂર્ણ કરી શકાય છે. જયારે તીાયિાજ્ઞિ.ફશ ના સીઈઓ ગૌરવ ત્રિપાઠીનું કહેવું છે કે દાસના કારણે કંપનીને કોઈ ડેડ ઇન્વેસ્ટમેન્ટ થતું નથી. 100% કર્મચારીઓ પાસે વોર્ક ફ્રોમ હોમ કરાવી શકાય છે જેના કારણે પણ ઇન્ફ્રાસ્ટ્રકચરના દ્રષ્ટિકોણથી ઘણી મોટી બચત થાય છે. આજ કારણથી હવે આઈટી, ઈ-કોમર્સ સહિતના અનેક સ્ટાર્ટ-અપ્સ તેમજ ટ્રેડીશનલ વિચારધારાથી કામ કરવાનું પસંદ કરતી નાની કંપનીઓ દાસ તરફ વળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.