Abtak Media Google News

ગ્લોબલ વોર્મિંગે ‘ચોમાસાની સાયકલ’ બદલાવી નાખી?

સૌરાષ્ટ્રને ધમરોળનાર વરસાદને માવઠું કહેવું કે ચોમાસુ?

ગ્લોબલ વોર્મિંગ ની આલ્બેલ ઘણા લાંબા સમયથી વાગી રહી છે, અને તેના ભયંકર પરિણામો જગતને ભોગવવા પડશે તેવી વૈજ્ઞાનિકોની ચેતવણી હવે જાણે કે હકીકત બની ગઈ હોય તેમ ગ્લોબલ વોર્મિંગ ના કારણે ચોમાસાની સાયકલ જ બદલાઈ ગઈ હોય તેમ ક વેળાના વરસાદ ને માવઠાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે ..ત્યારે પ્રાચીન સમયથી ભારતના અને ખાસ કરીને ગુજરાતના કિસાનો ઋતુચક્ર મુજબ પરંપરાગત રીતે ખેતી કરે છે ..ત્યારે હવે જ્યારે ચોમાસાની સાયકલ જ બદલાઈ ગઈ છે અને ચોમાસાના વરસાદની અનિયમિતતા શિયાળા અને ઉનાળામાં આવતા વરસાદના કારણે આવતા દિવસોમાં વરસાદની અનિયમિતતાને લઈને ખેડૂતોને વાવેતર પદ્ધતિમાં જ નવેસરથી વિચારવું પડે તેવા સંજોગો ઊભા થઈ ગયા છે .

Advertisement

ગ્લોબલ વોર્મિંગ ની અસર દૂરગામી હોવાની વાત હવે ભૂતકાળ બની ગઈ હોય તેમ મોસમમાં અને ખાસ કરીને વરસાદમાં ગ્લોબલ વોર્મિંગ ની સિદ્ધિ અસર જોવા મળે છે .ભારતમાં જ નહીં દુનિયાના વિવિધ વિસ્તારોમાં કુદરતી ઋતુની સાયકલ બદલી ગઈ છે .યુરોપ જેવા ઠંડા મુલકમાં આગ જેવી ગરમી અને રણ પ્રદેશમાં અનરાધાર વરસાદ ગ્લોબલ વોર્મિંગના દુષ્ટ પરિણામો જ છે ત્યારે ભારત અને ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગના કારણે કમોસમી વરસાદ વાવાઝોડા અને આકરા તાપની વધતી જતી સમસ્યા ખેડૂતો અને ખેતીને પાક વ્યવસ્થામાં નવેસરથી વિચારવા મજબૂર કરી દે તેવું હવે દેખાઈ રહ્યું છે

સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા વરસાદના માહોલમાં અત્યારે આ વરસાદને માવઠું કેવું કે ચોમાસુ તેઓ સવાલ ઊભો થયો છે અને ધોધમાર વરસાદે ખેડૂતોની સાથે સાથે હવામાન શાસ્ત્રીઓને પણ વિચારતા કરી દીધા છેરાજકોટ, ભાવનગર ,જામનગર ,જુનાગઢ અમરેલી પોરબંદર ગીર સોમનાથ થી લઈ કચ્છ અનેસૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી જાણે કે મોસમ બેઇમાન બની ગયું હોય તેમ આકરા તાપ અને લુના વાયરાના સમયમાં અનરાધાર વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણે કે કુદરતી વ્યવસ્થા વિખાઈ ગઈ હોય તેમ ખેડૂત ના ખેતર અને માર્કેટિંગ યાર્ડમાં વરસાદે ભારે ખાના ખરાબી સરજી ને જગતના તાતને ધમરોડી નાખ્યા છે .

ચૈત્ર મહિનાના આકરા તડકા અને ધનૈયા તપવાના નજીકના દિવસોમાં આવેલા ક-મોસમી વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ભાવનગર કલેકટર કચેરી નજીક વીજળી પડતા ભારે  અફરા તફરી મચી ગઈ હતી. જુનાગઢ અમરેલી. રાજુલા, ધારી, સાવરકુંડલા, પોરબંદર, મેંદરડામાં વરસાદથી જીરું ઘઉં સહિતના પાકોને ન પુરાય તેવું નુકસાન થયું છે. ખેડૂતોની ઊભી મૌલાતની જેમ જ માવઠા  ના લીધે મીઠા ઉદ્યોગને પણ મોટી અસર થઈ છે ગાંધીધામ ,પોરબંદર, માળિયા, દહેજ, જામનગર ,ખારાઘોડા, હળવદ, પાટણ અને રાજુલા સહિતના મીઠા ના અગરો પર પાણી ફરી વળતા તૈયાર થયેલું મીઠું બગડી જવા પામ્યું છે ,અને મીઠાની સિઝનના ઉત્પાદનમાં મોટો ફટકો પડશે ..મીઠા માટે જરૂરી તડકા ની સિઝનમાં વરસાદના કારણે મીઠાના અગરમાં પાણી અને માટી ભળી જતા મીઠાના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે, કુદરતના કહેર  માવઠાથી ખેતીવાડી ઉપરાંત ફળ ઝાડને પણ મોટું નુકસાન થયું છે જુનાગઢ જિલ્લામાં અને ગીર પંથકમાં કેસર કેરીના આંબાઓમાં વ્યાપક પ્રમાણમાં ખાખટી ખરી પડતા ઉત્પાદનમાં 30 થી 35 ટકાનો ઘટાડો આવે તેવું મનાઈ રહ્યું છે.

અમરેલીમાં અચાનક વાતાવરણને પલટો માર્યો હતો અને વરસાદથી અનેક વિસ્તારોમાં મોટું નુકસાન નો ભય ઊભો થયો છે .અમરેલી સાવરકુંડલા ધારી માં કેરી અને તૈયાર થયેલી ડુંગળી પલળી ગઈ હતી. રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોની જણસો અને ઉભા મોલાકને મોટું નુકસાન થયું છે જુનાગઢ પંથકમાં જાણે કે વરસાદની હેલી જામી હોય તેમ ગિરનાર- દાતારના જંગલમાં જોરદાર વરસાદ પડતા પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પોરબંદર શહેર જિલ્લામાં પણ કોમોસમી વરસાદથી વાતાવરણ ચોમાસુ બની ગયું છે હજી 26 મી સુધી વરસાદ ના ઝાપટા પડે તેવી ભીતિ અને દેહસત વ્યક્ત કરવામાં આવી છે.

જામખંભાળિયા અમારા પ્રતિનિધિ વિનાયકભાઈ ભટ્ટના અહેવાલમાં જણાવ્યું છે કે સમગ્ર પંથકમાં બે  દિવસથી જામેલા વરસાદી માહોલમાં અડધાથી એક ઇંચ વરસાદ થી ખેડૂતોના ઉભા પાક અને તૈયાર થયેલી જણસ પલળી જવાથી નુકસાન થયું છે.

પોરબંદરના અમારા પ્રતિનિધિ અશોકભાઈ થાનકી ના અહેવાલમાં જણાવ્યું હતું કે પોરબંદર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ કોમોસમી વરસાદના ઝાપટા શરૂ થયા હતા. શહેરમાં ભારે ધોધમાર વરસાદથી રસ્તા ઉપર ચોમાસાની તેમજ પાણી ફરી વળ્યા હતા શહેર ના વાડી પ્લોટ ભોજેશ્વર પ્લોટ સહિતના વિસ્તારોમાં અંધારોટ છવાઈ ગયો હતો ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળતા અપરાધ ફરી મચી ગઈ હતી.

મેંદરડા .ઓખા .વિછીયા પંથકમાં પણ વરસાદથી મોટું નુકસાન થયું છે .સૌરાષ્ટ્ર પંથકમાં આવેલા કમોસમી વરસાદથી સૌથી વધુ નુકસાન ખેડૂતોને ગયો હોય અને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા રાજકીય સામાજિક આગેવાનો એ માંગ કરી છે જામ ખંભાળિયા ના અમારા પ્રતિનિધિ વિનાયક ભટે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા પાસે નાગો એજ ગામની તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને ખેતરોમાં પાણી ભરાતા પાકને મોટું નુકસાન થયું હતું ખેડૂત આગેવાન ગોવિંદના વતની ભાવેશભાઈ અમૃતલાલ હરિયા દ્વારા ધારાસભ્ય અને રાજ્યમંત્રી મુળુ ભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી ગોએજ અને આસપાસના વિસ્તારોમાં વર્ષા થી થયેલા નુકસાનનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવા માંગ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.