Abtak Media Google News

મુખ્યપ્રધાનના પદને લઇને શંકરસિંહ વાઘેલા તથા ભરતસિંહ સોલંકી વચ્ચે ઉગ્ર મતભેદો: ચૂંટણી ટાંકણે જ કોંગ્રેસમાં જબ્બર આંતરિક વિખવાદ

કોંગ્રેસ હાઈકમાન્ડે હાલના પ્રભારી ગુરુદાસ કામતને હટાવી તેની જગ્યાએ નવા પ્રભારીપદે રાજસનના પૂર્વ મુખ્યપ્રધાન અને એઆઈસીસીના મહામંત્રી અશોક ગેહલોતની નિયુક્તિ સો ફેરફારની શરૂઆત કરી છે. ગેહલોતની સો ગુજરાતના સહપ્રભારી તરીકે રાજીવ સાતવ, હર્ષવર્ધન સપકાલ, વર્ષા ગાયકવાડ અને જીતુ પટવારી જેવા યુવાનોને જવાબદારી સોંપીને પ્રદેશના સંગઠનમાં પણ યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે તેના સંકેત સમાન આ નિમણૂક કરવામાં આવી હોવાનું મનાય છે. વિદાય લઈ રહેલાં પ્રભારી ગુરુદાસ કામતે ટ્વિટ પર ગેહલોતની નિયુક્તિને આવકારી તમામ પદ પરી મુક્ત કરવાની માગણી સ્વીકારવા બદલ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર માન્યો છે.

કોંગ્રેસમાં ચાલતી ચર્ચામાં કામતના જવાબદારીમાંી મુક્ત વાના અન્ય કારણોમાં મુખ્યત્વે ગત સપ્તાહે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના ગાંધીનગરના નિવાસસને ૩૬ ધારાસભ્યોની બેઠક અને તેમાં વાઘેલાને મુખ્યપ્રધાનપદના ચહેરા તરીકે જાહેર કરવા અને ચૂંટણીની સમગ્ર જવાબદારી વાઘેલાને સોંપવાની ગણાવાય છે. વાઘેલાના નિવાસને યોજાયેલી આ બેઠકના કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને હાઈકમાન્ડ સમક્ષ પ્રભારીએ ખુલાસો કરવો પડ્યો હતો. મુખ્યપ્રધાનપદના દાવેદારીને પગલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા અહમદભાઈ ગુજરાત દોડી આવ્યા હતા અને તેમને પ્રદેશના ટોચના નેતાઓ સો અલગ અલગબેઠક યોજીને મતભેદો દૂર કરવાના પ્રયાસો કરવા પડ્યા હતા. સૂત્રો કહે છે કે, કામત જ્યારે પ્રભારી તરીકે નિયુક્ત યા ત્યારી તેમણે પ્રદેશના નેતાઓ સો સંકલન અને સામંજસ્ય સાધવાના સતત પ્રયાસો આદર્યા હતા. છેલ્લે તેમણે મુંબઈમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી,વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખો અર્જુન મોઢવાડિયા અને સિર્દ્ધા પટેલ સો બેઠક યોજીને ગુજરાતમાં કોંગ્રેસને સત્તા પર લાવવા માટે ચૂંટણીના વર્ષમાં અંગત મતભેદો ભૂલવા સમજાવ્યા હતા પરંતુ કહેવાય છે કે, પ્રભારી સમક્ષ નેતાઓ

સંમત યા હતા પરંતુ વાસ્તવિક રીતે પરિસ્િિતમાં કોઈ ફેરફાર યો ન હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યારે એકતરફ ઉમેદવારોની પસંદગીની પ્રામિક પ્રક્રિયા હા ધરવામાં આવી છે ત્યારે અમદાવાદ, વડોદરા સહિતના ચાર મહાનગરોમાં શહેર પ્રમુખ અને અનેક જિલ્લાઓના પ્રમુખોની કોકડું ઉકેલાયું ની. એવી જ રીતે સંગઠનના અનેક હોદ્દાઓ પર વર્ષોી ચીટકી રહેલાં હોદ્દેદારોને બદલવામાં પણ પ્રદેશના નેતાઓ વચ્ચે એકસૂર જોવા મળતો ન હોવાી ગુજરાતનું કોકડું ઉકેલવામાં ગુરુદાસ કામતે હાઈકમાન્ડ સમક્ષ અસર્મતા વ્યક્ત કરી હતી. જોકે, નવનિયુક્ત પ્રભારી અશોક ગેહલોતે વર્ષો સુધી સેવાદળના મુખ્ય સંગઠકની જવાબદારી નિભાવી હોવાી તેઓ કુશળ સંગઠક મનાય છે. સ્વભાવે મૃદુ અને મિતભાષી એવા ગેહલોત ગુજરાતના પ્રદેશસ્તરના નેતાી માંડીને અનેક મહાનગરો-જિલ્લાના નેતાઓ સો અંગત સંબંધ ધરાવે છે.

ગુરુદાસ કામત ગુજરાત કોંગ્રેસની અંદર ચાલી રહેલી જૂબંધીી ખૂબ જ કંટાળી ગયા હતા તેમણે તમામ નેતાઓને એક કરવાનો ઘણો પ્રયાસ કર્યો છતાં જૂબંધી નાી શક્યા નહોતા. અન્ય કારણોસર તેમણે પક્ષની તમામ જવાબદારીઓમાંી મુક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સમક્ષ રજૂઆત કરી હતી, એટલું જ નહીં, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને રૂબરૂ મળ્યા હતા. આ અંગેની સ્પષ્ટતા ખુદ કામતે ટ્વિટ કરીને કરી છે. કામતે રાષ્ટ્રપ્રમુખને પણ ગુજરાતમાં ચાલતી જૂબંધીનો અહેવાલ સુપરત કર્યો છે.

વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવાસસને અલગ ચોકો રચીને ૩૬ જેટલા ધારાસભ્યોની બેઠક યોજીને પ્રદેશી માંડીને દિલ્હી હાઈકમાન્ડને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે વાઘેલાના નિવાસસને મળેલી બેઠક, પ્રભારી કામતની હાજરી અને મુખ્યપ્રધાનપદની દાવેદારી સહિતની ચર્ચાની ગંભીર નોંધ લઈને શો કોઝ નોટિસ પાઠવી હોવાની ચર્ચાએ કોંગ્રેસના વર્તુળોમાં ચકચાર જગાવી છે. જો કે, વિપક્ષી નેતા વાઘેલાએ આવી કોઈ નોટિસ મળી ન હોવાનું જણાવ્યું છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં બુધવારે પ્રદેશ સમિતિ ખાતે યોજાયેલી વિધાનસભા બેઠક દીઠ બૂ સશક્તિકરણ સમિતિની બેઠકમાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગેરહાજર રહીને નારાજગી વ્યક્ત કરી હતી. અલબત્ત, કોંગ્રેસ દ્વારા વાઘેલા ગુજરાત બહાર પૂર્વ નિર્ધારીત કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું બહાનું આગળ ધરવામાં આવ્યું છે, પરંતુ જાણકારો કહે છે કે, મુખ્યપ્રધાનપદની દાવેદારીના મુદ્દે પ્રદેશ પ્રમુખ સોલંકી અને વિપક્ષી નેતા વાઘેલા વચ્ચે ઊગ્ર મતભેદો પ્રવર્તી રહ્યા છે. કારણ કે, સોલંકી પણ મુખ્યપ્રધાનપદના દાવેદાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.