Abtak Media Google News

ગત તારીખ ૬ નવેમ્બર ના રોજ કડવા પાટીદાર સોસિયલ ગ્રુપ દ્રારા રંગોળી સ્પર્ધા યોજાયેલ હતી. જેમા  કુલ ૩૨ જેટલા ભાઈ -બહેનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.પોત પોતાના ઘરને આંગણે અનુકુળ જગ્યાએ સૌએ કુનેહ પૂર્વક ખુબજ સુંદર રીતે એક એકથી ચડિયાતી રંગોળી બનાવી હતી.

આમાં પ્રથમ શ્રેષ્ઠ ૫ રંગોળી પસંદ કરી શિલ્ડ -પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર તેમજ અન્ય ગિફ્ટ આપી વિજેતા કૃતિને પ્રોત્સાહિત કરેલ. ઉપરાંત ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અને પેન આપવામા આવેલ હતી.નિર્ણાયક તરીકે ભરતભાઇ ફળદુ -સંજય ભાઈ વાછાણી- પના બેન ભાલોડિયા તથા સોનલબેન ડઢાણીયા એ સેવા આપીને સુંદર સહયોગ આપેલ.Img 20181109 Wa0074

ઉપરાંત શ્રધ્ધા બેન કરડાણી-તરલા બેન સોલાધરા તથા પ્રદીપ ભાઇ અઘેંરા-આશિષ જાવય-ભાવેશ ડઢાણીયા સોસિયલ ગ્રુપના મંત્રી મનીષ કાલરિયા એ આ સ્પર્ધાને સફળ બનાવવા ખુબજ જહેમત ઉઠાવેંલ હતી. નિર્ણાયક તેમજ સમાજનાં પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા તેમજ સોસિયલ ગ્રુપના પ્રમુખ નીતિન ભાઈ અઘેંરા દ્રારા વિજેતાને ઇનામ વિતરણ નવા વર્ષે સમાજે સ્નેહ મિલન દરમિયાન  કરવામાં આવેલ હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.